Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

બુધ/ગુરુવારે મહારાષ્ટ્ર પરત ફરશે બળવાખોરો: એકનાથ શિંદે વસ્તી ધુરંધર ધારાશાસ્ત્રી હરીશ સાલ્વે સુપ્રીમમાં હાજર રહેશે

નવી દિલ્હી :  મહારાષ્ટ્ર શિવસેનાના બળવાખોર ધારાસભ્યો બુધવાર અથવા ગુરુવારે મહારાષ્ટ્ર પહોંચે તેવી સંભાવના છે. દરમ્યાન સુપ્રીમ કોર્ટમાં બળવાખોર નેતા એકનાથ શિંદે વતી સિનિયર ધારાશાસ્ત્રી હરીશ સાલ્વે ઉપસ્થિત રહેશે તેમ ન્યુઝફર્સ્ટ જણાવે છે. રાજ્યપાલે આ પહેલા બળવાખોર તમામ ધારાસભ્યો અને તેમના પરિવારને સંપૂર્ણ સુરક્ષા આપવા મુંબઈના પોલીસવડાને આદેશ આપ્યા હતા. ન્યૂઝફર્સ્ટએ સૌપ્રથમ આ અહેવાલો આજે સવારે અકિલાને આપ્યા હતા જે અક્ષરસઃ સાચા પડ્યા છે.

(10:52 pm IST)