Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

દાઉદ સાથે સંબંધ ધરાવતા લોકોને તમે કેવી રીતે સમર્થન આપી શકોઃ શિંદે

શિંદેના ટવીટથી ખળભળાટ : એકનાથ શિંદેનો ઉદ્ધવ પર પ્રહારઃ મહારાષ્‍ટ્રનું રાજકીય સંકટ ઘેરૂ બન્‍યું

મુંબઇ, તા.૨૭: મહારાષ્‍ટ્રના રાજકીય સંકટમાં બાપ સુધી પહોંચી ગયા બાદ મારવા તોડવાની વાતો અને ગંભીર આરોપો પણ થઈ રહ્યા છે. શિવસેનાએ શાબ્‍દિક હુમલો તેજ કરતાં એકનાથ શિંદે પણ હુમલાવર થયા છે તેમણે ટ્‍વિટ કરી કહ્યું છે કે હિન્‍દુ સમ્રાટ રાજા બાળાસાહેબ ઠાકરેની શિવસેના દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ ધરાવતા વ્‍યક્‍તિને કેવી રીતે સમર્થન આપી શકે. મુંબઈના નિર્દોષ નાગરિકોનો ભોગ લેનાર દાઉદ પાસેથી? અમે આ નિર્ણયનો વિરોધ કરવા માટે પગલાં લીધાં છે. કોઈ વાંધો નથી કે આ નિર્ણય આપણને મળત્‍યુના આરે લઈ જાય છે.આમ કરી શિંદે ખુલ્લો મહારાષ્‍ટ્ર વિકાસ આઘાડીના અમુક નેતાઓ પર પ્રહાર કર્યો છે.

એકનાથ શિંદેનું ટ્‍વીટઃ મુંબઈ બોમ્‍બ બ્‍લાસ્‍ટના ગુનેગારો, દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈના નિર્દોષ લોકોના જીવ લેવા માટે જવાબદાર લોકો સાથે સીધો સંબંધ ધરાવતા લોકોને બાળાસાહેબ ઠાકરેની શિવસેના કેવી રીતે સમર્થન આપી શકે? તેથી જ અમે આવું પગલું ભર્યું છે, આ કરતા મરવું સારું છે

એકનાથ શિંદેએ ટ્‍વિટ કરીને લખ્‍યું, ‘હિન્‍દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના હિન્‍દુત્‍વવાદી વિચારો માટે અને બાળાસાહેબની શિવસેનાને બચાવવા માટે આપણે મરી જઈએ તો સારું. જો એવું થશે તો આપણે સૌ પોતાને ભાગ્‍યશાળી માનીશું.

(11:36 am IST)