Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

કૌભાંડમાં સંડોવાયેલ DHFL પાસેથી ભાજપને ૨૮ કરોડનું દાન મળ્‍યુ છે

કોંગ્રેસનો સનસનીખેજ આરોપ

નવી દિલ્‍હી, તા.૨૭ : કોંગ્રેસે  ભાજપ પર છેતરપિંડીથી પ્રભાવિત DHFL પ્રમોટર્સ અને સંબંધિત કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાનું દાન સ્‍વીકારવાનો આરોપ મૂકયો અને ઘણા પ્રશ્‍નો પૂછયા. કોંગ્રેસના પ્રવક્‍તા સુપ્રિયા શ્રીનેતે આક્ષેપ કર્યો હતો કે DHFLના ખાતાઓની તપાસમાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે. માર્ચ ૨૦૨૧માં CBIએ DHFLને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) કેસમાં આરોપી બનાવ્‍યો હતો, પરંતુ આ કૌભાંડ પીએમ આવાસ યોજનાના ઓડિટમાં નહીં પણ યસ બેંકની તપાસમાં સામે આવ્‍યું હતું.

તેમણે કહ્યું કે ભાજપ સતત DHFL પાસેથી ડોનેશન લઈ રહ્યું છે. ભાજપે DHFL અને તેના પ્રમોટર્સ સાથે જોડાયેલી કંપનીઓ પાસેથી રૂ. ૨૮ કરોડનું દાન લીધું હતું. શું એક હાથે લેવું અને બીજા હાથે આપવું એ વાત છે? ભાજપે ૨૮ કરોડનું દાન કેમ લીધું? શું તે લાંચ હતી? એક કંપની DHFL એ પીએમ આવાસ યોજનામાં હજારો કરોડની છેતરપિંડી કરી, પરંતુ પીએમ આવાસ યોજનાના ઓડિટમાં તેનો ખુલાસો કેમ ન થયો? કોંગ્રેસે કહ્યું કે DHFL એ ૧૭ બેંકોને ?૩૪,૬૧૫ કરોડથી વધુની છેતરપિંડી કરી છે, પરંતુ તે ચિંતાની વાત છે કે આ મોટા પાયે છેતરપિંડીનો સીધો સંબંધ અને મૂળ શાસક ભારતીય જનતા પાર્ટી સાથે છે.

કોંગ્રેસના પ્રવક્‍તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે ભારતની સૌથી મોટી બેંકિંગ છેતરપિંડી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નાક નીચે થઈ છે. બેંક ફ્રોડને અંકુશમાં લેવા અને દોષિતોને ન્‍યાય અપાવવા સરકાર શું કરી રહી છે? નીરવ મોદી, મેહુલ ચોક્‍સી, વિજય માલ્‍યા જેવા લોકો સામે નાણાંની વસૂલાત અને કેસ વિશે શું અપડેટ છે, તે બધા મોદી સરકારની નજર હેઠળ દેશ છોડીને ભાગી ગયા છે. સીબીઆઈએ અનિલ અંબાણી-નિયંત્રિત રિલાયન્‍સ કોમ્‍યુનિકેશન સામે એસબીઆઈની માર્ચ ૨૦૨૧ની છેતરપિંડીની ફરિયાદ સામે એફઆઈઆર કેમ નોંધી નથી?

કોંગ્રેસના પ્રવક્‍તાએ છેતરપિંડીની સમયરેખા પણ જણાવીઃ ૨૦૧૦-૨૦૧૮: કન્‍સોર્ટિયમની લીડ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયાએ આક્ષેપ કર્યો છે કે DHFL એ ૨૦૧૦ અને ૨૦૧૮ વચ્‍ચે ૧૭ બેંકોના કન્‍સોર્ટિયમ પાસેથી રૂ. ૪૨,૮૭૧ કરોડની લોન લીધી હતી અને ૨૦૧૯થી ડિફોલ્‍ટ થઈ હતી.

૨૦૧૫-૨૦૧૯: ૧લી એપ્રિલ, ૨૦૧૫ થી ૩૧મી માર્ચ, ૨૦૧૯ના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવેલ વિશેષ સમીક્ષા ઓડિટ પુષ્ટિ કરે છે કે DHFL એ કપિલ અને દિનેશ વાધવનને ખાનગી રીતે ભંડોળ આપવા માટે જાહેર નાણાંનો ઉપયોગ કરીને મોટા પાયે કૌભાંડો અને છેતરપિંડી કરી છે.

માર્ચ ૨૦૨૧: CBIએ કપિલ અને દિનેશ વાધવાન સામે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માં કૌભાંડ માટે કેસ નોંધ્‍યો જ્‍યાં નકલી ‘બાંદ્રા બ્રાન્‍ચ'માં રૂ. ૧૪,૦૪૬ કરોડના ૨.૬૦ લાખ નકલી હોમ લોન એકાઉન્‍ટ બનાવવામાં આવ્‍યા હતા.

સુપ્રિયા શ્રીનેતે જણાવ્‍યું હતું કે ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆતથી લઈને ડિસેમ્‍બર ૨૦૧૮ સુધી, DHFL એ યોજના હેઠળ ૮૮,૬૫૧ હોમ લોન એકાઉન્‍ટ પાસ કર્યા છે અને ભારત સરકાર પાસેથી વ્‍યાજ સબસિડી તરીકે રૂ. ૧,૮૮૭ કરોડનો લાભ પણ મેળવ્‍યો છે. ચોંકાવનારી વાત એ છે કે PMAYમાં આ કૌભાંડ ૨૦૨૦માં યસ બેંક કૌભાંડની તપાસ દરમિયાન સામે આવ્‍યું હતું, PMAYના ૩ વર્ષના ઓડિટમાં નહીં.

ભાજપે કૌભાંડમાં સામેલ DHFL પાસેથી ડોનેશન લીધું હતું: સુપ્રિયાએ કહ્યું કે DHFL પર ભારતની સૌથી મોટી બેંકિંગ છેતરપિંડી કરવાનો આરોપ છે, પરંતુ ભાજપે રૂ.નું દાન લેવામાં કોઈ કસર છોડી નથી. RKW ડેવલપર્સ લિમિટેડ (DHFL ના માલિકોની માલિકીની કંપની), વાધવન ગ્‍લોબલ કેપિટલ લિમિટેડ પાસેથી રૂ.૧૦ કરોડ અને વાધવન પરિવાર દ્વારા નિયંત્રિત દર્શન ડેવલપર્સ પાસેથી રૂ.૭.૫ કરોડ.

શું આ રકમ મોટી લાંચ હતી?: તેમણે પૂછયું કે શું આ શકમંદોને છેતરપિંડી કરવા દેવા માટે આ રકમ મોટી લાંચ હતી? ભ્‍પ્‍ખ્‍ળ્‍ ઓડિટમાં ઝણ્‍જ્‍ન્‍ કૌભાંડ કેવી રીતે શોધી શકાયું ન હતું અને તે ફક્‍ત યસ બેંકની તપાસમાં જ કેમ બહાર આવ્‍યું? જ્‍ત્‍ય્‍માં જણાવાયું છે કે ઝણ્‍જ્‍ન્‍એ કાગળ પર નકલી બેંક શાખા બનાવી. આ ય્‍ગ્‍ત્‍, લ્‍ચ્‍ગ્‍ત્‍, ફણ્‍ગ્‍ (નેશનલ હાઉસિંગ બોર્ડ વગેરે) જેવી સંસ્‍થાઓની ભૂમિકા પર મહત્‍વપૂર્ણ પ્રશ્‍નો ઉભા કરે છે. શું નવા ભારતમાં સંસ્‍થાઓ આ રીતે અજ્ઞાન રહેશે?

(10:32 am IST)