Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ગુરૂવારથી પવિત્ર અમરનાથ યાત્રા : ૩ લાખથી વધુ ભાવિકોનું રજીસ્‍ટ્રેશનઃ ૪૩ દિવસ ગુંજશે બમ બમ ભોલેના નાદ

શ્રધ્‍ધાળુઓ બેધડક થઇને પવિત્ર યાત્રા કરેઃ સુરક્ષા માટે ત્રિસ્‍તરીય વ્‍યવસ્‍થાઃ ઉપરાજયપાલ મનોજ સિન્‍હા

સુરેશ ડુગ્‍ગર દ્વારા, જમ્‍મુઃ બે દિવસ બાદ ગુરૂવારથી શરૂ થઇ રહેલ પવિત્ર અમરનાથ યાત્રામાં ભાવિકોને બેધડક થઇને સામેલ થવા જમ્‍મુ-કાશ્‍મીરના ઉપરાજયપાલ તેમજ મનોજ સિન્‍હાએ જણાવ્‍યું  છે. જયારે બીજી તરફ અધિકારીઓ દ્વારા કહેવાયું હતુ કે આ વખતે પણ અમરનાથ યાત્રા આંતકીઓના નિશાન ઉપર છે.

ઉપરાજયપાલ સિન્‍હાએ ટીવી ઇન્‍ટરવ્‍યુમાં શિવભકતોને બેધડક થઇને અમરનાથ યાત્રામાં સામેલ થવા આમંત્રણ પાઠવતા જણાવેલ કે સુરક્ષાનો ત્રિસ્‍તરીય પ્રબંધ કરવામાં આવે છે. આ યાત્રા કાશ્‍મીરીયતનું પ્રતીક છે. અમરનાથ યાત્રા કાશ્‍મીર માટે ધાર્મિક અને સાંસ્‍કૃતિક મહત્‍વની સાથે સ્‍થાનીકોની અર્થવ્‍યવસ્‍થા માટે પણ મહત્‍વપૂર્ણ છે. ૩ લાખ જેટલા પરિવારો પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે પવિત્ર યાત્રા દરમિયાન આજીવીકા મેળવે છે.

તેમણે વધુમાં જણાવે કે, કાશ્‍મીરમાં સુધરતી સ્‍થિતિ કેટલાક લોકોને પસંદ નથી આવી રહી અને તેઓ અહીૅ સ્‍થિતિ બગાડવાની હરકતો કરે છે, પણ કોઇએ ઘબરાવાની જરૂર નથી. આ ભોલનાથની યાત્રા છે અને બાબાની કૃપાથી સુરક્ષીત, શાંત અને વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં જ સંપન્‍ન થશે.

કાશ્‍મીરમાં ખરાબ હવામાનની સાથે આંતકી ખતરા બાદ અમરનાથ યાત્રા પડકારરૂપથી સામે આવે છે. ઉપરાંત યાત્રાને પર્યટન બજારમાં બદલવાનો પણ પ્રયાસ થઇ રહ્યો છે. આ બધાની સાથે અધિકારીક તથા સુરક્ષાના મોરચે મળનાર ચેતવણી કહે છે કે, જો યાત્રાને સુરક્ષીત ખતરાથી મુકત કરવી હોય તો તેને પર્યટન બજારમાં ન બદલવામાં આવે કેમકે તે આંતકીઓ માટે સોફટ ટારગેટ બની શકે છે.

જમ્‍મુ-કાશ્‍મીર સરકારે પ્રદેશમાં અમરનાથ યાત્રાના સમગ્ર માર્ગને આતંકી હુમલાને ધ્‍યાને રાખી અત્‍યંત સંવેદનશીલ જાહેર કર્યો છે. અને સુરક્ષા એજન્‍સીઓને નિદેર્ષ આપ્‍યો છે કે શ્રધ્‍ધાળુઓની સુરક્ષા સુનિヘતિ કરવા જરૂરી પગલા લેવામાં આવે રાજયના  ગૃહવિભાગે તમામ સંબંધીત એજન્‍સીઓને કહ્યુ કે, સુરક્ષાની દ્રષ્‍ટી યાત્રા ક્ષેત્રની ભૌગોલિક સ્‍થિતિ ઉપર વિચાર કરતા યાત્રીઓ ઉપર આતંકી હુમલાનો ખતરો છે.અમરનાથ યાત્રાની સંવેદનશીલતા અને પ્રસિધ્‍ધિના કારણે આતંકી હુમલાનો ખતરો વધુ છે. રાજય સરકાર દ્વારા જાહેર નિર્દેશમાં સેના, પોલીસ અને અન્‍ય સુરક્ષા બળને કહેવાયુ છે કે તે આ મામલે તમામ નિયમોનું પાલન કરે, જેથી ગુરુવાર ૩૦જૂનથી શરૂ થતી યાત્રાની સુરક્ષા સુનિヘતિ કરી શકાય.

ઉપરાંત યાત્રા સંબંધે જાસૂસી એજન્‍સીઓ અને એકીકૃત મુખ્‍યાલયથી મળેલ નિર્દેશો- માહિતિને અન્‍ય સુરક્ષા રોકવા બળ અને એજન્‍સીઓને તુરંત જાણ કરવી જેથી સંભવીત ઘટના રોકવા માટે જરૂરી કાર્યવાહી કરી શકાય.(૪૦.૬)

યાત્રામાં જનાર શ્રધ્‍ધાળુઓના રક્ષણ માટે ત્રિનેત્ર કવચ

 યાત્રા દરમ્‍યાન દરેક જગ્‍યાએ ફોન અને સીસીટીવીથી રખાશે નજર

નવી દિલ્‍હીઃ આ વરસે અમરનાથ યાત્રા ૩૦ જૂન ગુરૂવારથી શરૂ થવાની છે. અને ૨૯ જૂને યાત્રાળુઓનો પહેલો જથ્‍થો જમ્‍મુથી રવાના થશે. કાયમની જેમ આ વખતે પણ અમરનાથ યાત્રા આતંકવાદીઓના નિશાન પર છે. પણ સુરક્ષા એજન્‍સીઓ દ્વારા ‘‘ત્રિનેત્ર સુરક્ષા કવચ'' બનાવાયું છે જે દરેક ખતરાને નિષ્‍ફળ બનાવવા સક્ષમ છે. અમરનાથ યાત્રા દરમ્‍યાન દરેક જગ્‍યાએ ફોન અને સીસીટીવીથી નજર રાખવામાં આવશે અને કંટ્રોલરૂમ પણ બનાવાયો છે જેના દ્વારા રીડબેક લેવામાં આવશે.

સુરક્ષા વ્‍યવસ્‍થા મજબૂત કરવાના ઉદ્દેશથી જંગલોમાં પણ પોલીસ અને સીઆરસીએફની હંગામી ચોકીઓ બનાવાઇ છે જે ૨૪ કલાક સુચારૂ રીતે સંચાલિત થશે. આતંકવાદી ખતરાને જોતા શ્રીનગરથી લઇને બાલતાલ સુધી યાત્રાની બન્ને તરફના પહાડી વિસ્‍તારમાં પણ સીઆરપીએફની ચોકીઓ બનાવાઇ છે. આ સાથે જ વિસ્‍ફોટકોની ભાળ મેળવવા માટે પ્રશિક્ષિત શ્વાનો પણ સુરક્ષા દળો સાથે રહેશે. દરેક યાત્રાળુ જથ્‍થાની સંપૂર્ણ પણ તપાસ પછી જ તેને રવાના કરવામાં આવશે.

ત્રિનેત્ર સુરક્ષા કવચ અંતર્ગત કોઇ પણ આતંકવાદી ષડયંત્ર સામે નિપટવા માટે સેના, પોલિસ, સીઆરપીએફના કયુઆરટી અને કયુએટી તહેનાત છે. આ સાથે જ સુરક્ષા કવચ અંતર્ગત પોલિસ ઉપરાંત અર્ધસૈનિક દળો પણ તહેનાત કરાયા છ.ે લગભગ ૩૫૦૦૦ વધારાના અર્ધસૈનિક દળો તહેનાત કરાયા છે. તો સેનાની રાષ્‍ટ્રીય રાઇફલ્‍સને પણ તહેનાત કરાઇ છે. યાત્રા માર્ગ પર એવા ડ્રોન મુકાયા છે જે કોઇ પણ ઋતુમાં સંપૂર્ણ પણે કામ સક્ષમ છ ેઅને દરેક જગ્‍યાએ ધ્‍યાન રાખશે.

પોલીસ અને એજન્‍સીઓ લોકોને સાવધ પણ કરી રહી છે. અને લોકોને પણ સંદિગ્‍ધ ગતિવિધીઓ પર ધ્‍યાન રાખવા માટે કહી રહી છે. દર ૫૦૦ મીટરે અર્ધસૈનિક દળો તહેનાત હશે. એ સાથે જ શ્રધ્‍ધાળુઓનો દરેક જથ્‍થો સીઆરપીઅફના સુરક્ષા ઘેરામાં હશે.

જમ્‍મુ કાશ્‍મીરના રાજયપાલને ટવીટ કરીને માહિતી આપતા કહ્યુ કે ‘‘શ્રી અમરનાથના યાત્રાઓને ગુણવત્તાપૂર્ણ આરોગ્‍ય સેવાઓ માટે ૭૦ બેડની પુર્ણતઃ સુસજ્જ ડીઆરડીઓ હોસ્‍પિટલનું ઉદ્‌ઘાટન કરાયું છે.''

(6:24 pm IST)