Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

નેતાઓ સામાન્ય લોકો કરતા વધુ લાંબુ જીવે છે : અહેવાલ

યુરોપિયન જર્નલ ઓફ એપેડિમિયોલોજીનો અહેવાલ : સંશોધનકર્તાઓનું ઓસ્ટ્રેલિયાઅને અમેરિકા સહિત ૧૧ દેશોના ૫૭,૫૦૦થી વધારે નેતાઓના ડેટા પર રિસર્ચ

વોશિંગ્ટન, તા.૨૭ : દુનિયાને પ્રભાવિત કરનારા નેતાઓ સાથે જોડાયેલી એક ખાસ વાત વૈજ્ઞાનિકોને જાણવા મળી છે. એક નવા રિસર્ચથી સાબિત થયું છે કે નેતા, સામાન્ય લોકોની તુલનામાં ઘણું વધારે જીવન જીવે છે. તેનાથી દુનિયાભરના કુલિન અને સામાન્ય લોકો વચ્ચે મોટી અસમાનતાની પણ જાણકારી મળે છે. રિસર્ચ મુજબ સમય સાથે અંતર વધતું જઈ રહ્યું છે. ૧૯મી સદીના અંત અને ૧૦મી સદીની શરૃઆતમાં મોટા ભાગના દેશોના નેતાઓના મૃત્યુ દરનું અંતર બધા દેશોમાં વ્યાપક રૃપે વધી ગયું.

આ રિસર્ચ ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કર્યું છે અને તેને યુરોપિયન જર્નલ ઓફ એપેડિમિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. સંશોધનકર્તાઓએ ઓસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, યુકેઅને અમેરિકા સહિત ૧૧ દેશોના ૫૭,૫૦૦થી વધારે નેતાઓના ડેટા પર રિસર્ચ કર્યું અને આ પરિણામ પર પહોંચ્યા. ટીમે ૧૮૧૬થી વર્ષ ૨૦૧૭ વચ્ચે બધા દેશોના રાજનેતાઓના રેકોર્ડનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં મહિલા નેતાઓની સંખ્યા ૩ ટકાથી ૨૧ ટકા વચ્ચે છે. રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે મહિલાઓ, પુરુષોની તુલનામાં એવરેજ વધારે સમય સુધી જીવિત રહે છે.

વર્તમાન સ્વિત્ઝર્લેન્ડમાં સામન્ય લોકો અને નેતાઓ વચ્ચે જીવન એક્સપેક્ટેન્સીનું અંતર ૩ વર્ષ છે અને અમેરિકામાં ૭ વર્ષ. જ્યારે ઈટલીમાં એક સામન્ય વ્યક્તિના મોતની સંભાવના, એ જ ઉંમર અને લિંગના નેતાઓની તુલનામાં ૨.૨ ગણી હોય છે. ન્યૂઝીલેન્ડમાં ૧.૨ ગણી વધારે છે. એવા ઘણા કારણ છે જેના કારણે એમ થઈ શકે છે.

ઉદાહરણ તરીકે ૨૦મી સદીના શરૃઆતી ૨૦ વર્ષમાં કુલિન અને વ્યવસાયી લોકોમાં ધુમ્રપાન એટલા હદ સુધી વધારે હતું. જોકે વર્ષ ૧૯૫૦ના દશકથી દરોમાં ઘટાડો આવી રહ્યો છે. કદાચ રિસર્ચમાં આ વાતનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે, સામાન્ય જનતાની તુલનામાં નેતાઓ વચ્ચે ધુમ્રપાનના દરોમાં ઝડપથી ઘટાડો આવ્યો છે.

એમ પણ માનવામાં આવી રહ્યું છે કે તેની પાછળ હૃદયના સ્વાસ્થ્યનું પણ ઘણું લેવું-દેવું હોય શકે છે. રાજનેતાઓમાં હૃદયની બીમારીનું જોખમ, સામાન્ય લોકોની તુલનામાં વધારે હોય છે પરંતુ ૧૯૬૦ના દશકમાં એન્ટિહાઇપરટેન્સિવ ડ્રગ્સ વ્યાપક રૃપે ઉપલબ્ધ થવા લાગ્યું, જેથી સારવાર સરળ થઈ ગઈ. વધુ એક મોટું અને કદાચ સૌથી સ્પષ્ટ કારણ હોય શકે છે પૈસા અને આર્થિક અસમાનતા. રાજનેતાઓની સેલેરી એવરેજ વસ્તીની તુલનામાં વધારે હોય છે. જેથી તેઓ દિર્ઘાયું અને સ્વસ્થ રહે છે. કારણ ભલે જે પણ હોય, એ સ્પષ્ટ છે કે નેતાઓ અને સામાન્ય વસ્તી વચ્ચે જીવન જીવવાનું અંતર વધતું જઈ રહ્યું છે.

(8:09 pm IST)