Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ઓલ્ટ ન્યુઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબૈરની દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે કલમ ૧પ૩ એ સાથે ર૯પ એ હેઠળ ધરપકડ કરી છે તેમના પર ટિવટર દ્વારા ધાર્મિક ભાવનાને ભડાકાવવાનો આરોપ લાગ્યો છે

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સોમવારે ઓલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબૈરની ધરપકડ કરી છે. મોહમ્મદ ઝુબૈરની દિલ્હી પોલીસના આઈએફએસઓ યુનિટે કલમ 153એ અને 295એ હેઠળ ધરપકડ કરી છે. તેમના પર સોશિયલ મીડિયા (ટ્વિટર) દ્વારા ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લાગ્યો છે.સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર મોહમ્મદ ઝુબૈરની ધરપકડ ત્યારે જ કરવામાં આવી છે જ્યારે એક કેસમાં પૂરતા પુરાવા મળ્યા હતા. દિલ્હી પોલીસે ઓલ્ટ ન્યૂઝના સ્થાપક પ્રતિક સિંહા અને સહ સ્થાપક મોહમ્મદ ઝુબેરને પૂછપરછ માટે બોલાવ્યાં હતા જ્યાં પુરાવા મળતા ફક્ત મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરવામાં આવી હતી અને પ્રતિક સિંહાને છોડી મૂકાયા હતા. એક નિશ્ચિત ધાર્મિક સમુદાયની ભાવનાને ઠેસ પહોંચાડી-દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસ દ્વારા જારી એક નિવેદનમાં એવું જણાવાયું હતું કે મોહમ્મદ ઝુબેરે એક ધાર્મિક સમુદાયની સામે તસવીરો અને શબ્દોનો ઉપયોગ કર્યો હતો જે ખૂબ જ ઉશ્કેરણીજનક અને લોકોમાં નફરત ફેલાવવા માટે જાણીજોઈને કરાયો હતો.

મોહમ્મદ ઝૂબેરે હિંદુ દેવી-દેવતાઓનુ કર્યું હતું અપમાન
મોહમ્મદ ઝુબેરે સોશિયલ મીડિયા પર હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરતી પોસ્ટ મૂકી હતી. તેમણે હિંદુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી હતી. તેમની આ પોસ્ટ વાયરલ થઈ હતી જે પછી લોકોએ તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી. લોકોનો રોષ વધતા ઝુબેરે ફેસબુક પરથી એકાઉન્ટ બંધ કરી દીધું હતું અને ટ્વિટ ડિલિટ કરી નાખ્યું હતું.

(10:40 pm IST)