Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

અગ્નિપથનો વિરોધ કરવા આવેલા કન્હૈયા કુમારને દેશદ્રોહી કહ્યો, વિરોધમાં સૂત્રોચ્ચાર થયા: સભાસ્થળે મારામારીના દ્રશ્યો

કોંગ્રેસે આજે સોમવારે અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં સત્યાગ્રહ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પ્રવક્તાઓએ અનેક શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

આ સંબંધમાં કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર પટના પહોંચ્યા, પરંતુ વિરોધ કરવા આવેલા કન્હૈયા કુમારને ખુદને ભારે  વિરોધનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન કન્હૈયા વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા અને ઉપસ્થિત ભીડે તેને દેશદ્રોહી કહ્યો હતો.

કન્હૈયા કુમારે જેવું ભાષણ શરૂ કર્યું કે તરત જ તેનો વિરોધ શરૂ થઈ ગયો.  કોંગ્રેસના કાર્યકરો અને સૂત્રોચ્ચાર કરી રહેલા યુવાનો વચ્ચે મારામારી પણ થઈ હતી.  વાસ્તવમાં કન્હૈયા કુમાર જે સમયે ભાષણ આપી રહ્યો હતો તે દરમિયાન તેનો વિરોધ કરી રહેલા એક યુવકે તેની વિરુદ્ધ નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.  જે બાદ બાકીના યુવાનો પણ ગુસ્સે થઈ ગયા અને 'કન્હૈયા કુમાર મુર્દાબાદ', 'કન્હૈયા કુમાર દેશદ્રોહી છે' ના નારા લગાવવા લાગ્યા.

(12:07 am IST)