Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રિલાયન્સ ફાઉન્ડેશને પોતાના કર્મચારીઓ, પરિવારજનોને 10 લાખથી વધારે વેક્સીન લગાવી

રિલાયન્સે વેક્સીનેશન માટે દેશભરમાં 171 સેન્ટર સ્થાપિત કર્યા

નવી દિલ્હી : ઉદ્યોગ જગતના સૌથી મોટા ટિકાકરણ અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અત્યાર સુધી પોતાના કર્મચારીઓને 10 લાખથી વધારે ફ્રી વેક્સીન લગાવી છે. આ વેક્સીન રિલાયન્સના મિશન વેક્સીન સુરક્ષા અંતર્ગત લગાવ્યા છે. રિલાયન્સે એપ્રિલમાં ટિકાકરણ અભિયાન શરુ કર્યું હતું.
આ અભિયાનમાં કર્મચારીઓ અને તેમના પરિવારોની સાથે-સાથે કંપનીના સહયોગીઓ અને ભાગીદારોને સામેલ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી પાત્રતા યોગ્ય કર્મચારીઓમાંથી 98 ટકાથી વધારેને કોવિડ વેક્સીનનો ઓછામાં ઓછા એક ડોઝ આપવામાં આવ્યો છે.

ગત મહિને કંપનીની એજીએમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના  ચેયરપર્સન નીતા અંબાણીએ સામાન્ય લોકો માટે ટિકાકરણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મિશનને રાષ્ટ્રવ્યાપી આધાર પર લાગુ કરવો એક મોટું કામ છે પણ આ અમારો ધર્મ છે, દરેક ભારતીય માટે અમારું કર્તવ્ય, સુરક્ષા અને સુરક્ષાનો અમારો વાયદો છે. અમારો દ્રઢ વિશ્વાસ છે કે એક સાથે અમે કરી શકીએ છીએ અને આપણે તેમાંથી બહાર આવીશું.

રિલાયન્સે વેક્સીનેશન માટે દેશભરમાં 171 સેન્ટર સ્થાપિત કર્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન હવે એનજીઓ દ્વારા 10 લાખ વધારાના ડોઝ લગાવશે. આ ડોઝ સામાન્ય લોકોને લગાવવામાં આવશે. મિશન વેક્સીન સુરક્ષા અંતર્ગત વેક્સીનના 10 લાખ ડોઝ લાગી ચૂક્યા છે. કોરોના વેક્સીનેશન દાયરામાં કંપનીના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો તો આવે જ છે. આ સિવાય કંપનીના ઓફ રોલ કર્મચારીઓ, તેમના પરિવારનો સભ્યો, સેવાનિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારનો સભ્યોને પણ પૂરી રીતે મફત વેક્સીન આપવામાં આવી રહી છે

(12:40 am IST)