Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ઉજ્જૈન : મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા CM સહિત VIP : ભીડ બેકાબુ : ભાગદોડ : અનેક ઘાયલ

મોટી જાનહાની અટકી ગઇ : જો કે સુરક્ષા વ્યવસ્થાના લીરા ઉડ્યા

ઉજ્જૈન તા. ૨૭ : મધ્યપ્રદેશના ઉજજૈનમાં આવેલ મહાકાલેશ્વર મંદિરમાં ભાગદોડ જેવી સ્થિતિ હોવાના લીધે અનેક મહિલાઓ તેમજ બાળકોને ઇજા પહોંચી છે. મંદિરની અંદર હાજર લોકોના જણાવ્યા મુજબ, મંદિરમાં દર્શન કરવા માટે આવેલા વીઆઈપીલોકોની સાથે મંદિરમાં ભીડ ઉમટી પડી જેનાલીધે સ્થિતિ નિયંત્રણથી બહાર થઇ ગઈ છે. શ્રાવણના પ્રથમ સોમવાર પર મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ, પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, સહિત વીઆઈપી દર્શન માટે મંદિર પહોંચ્યા હતા.

સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં નજર આવી રહેલા મંદિરનાગેટ નંબર ૪ થી શ્રદ્ઘાળુ સુરક્ષાને તોડીને ધક્કા મુક્કીનીસાથે અંદર ઘુસવાલાગ્યા જેનાથી ભાગદોડ જેવી સ્થિતિ ઉભી થઇ. રાહતની વાત એ છે કે મોટી દુર્ઘટના થવાથીટળી છે. અને કોઈના જીવ ગયા નથી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સુરક્ષામાં તૈનાત પોલીસની સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી રહી છે.

ઉજજૈન મહાકાલેશ્વર મંદિર ભગવાન શિવના ૧૨ જયોર્તિલિંગોમાની એક છે અને ગયા મહિને એ લોકો માટે ખોલવામાં આવ્યું જેને કોરોના વેકસીનનો એક ડોઝ લગાવી લીધો હોય અથવા ૪૮ કલાક પહેલાનીરિપોર્ટ નેગેટિવ હોય. પ્રશાસને મંદિરમાં પ્રવેશ માટે સવારે ૬ વાગ્યાથી રાતે ૮ વાગ્યા વચ્ચે ૩૫૦૦ લોકોના દર્શનની સંખ્યાનક્કી કરી છે. જેમાં બે કલાકમાં ૫૦૦ લોકોને જ એન્ટ્રી મળશે.

ઉજજૈનના જિલ્લાધિકારીઆશિષ સિંહેઘટનાની પુષ્ટિ કરીને કહ્યું કે આવતા સોમવારનીસ્થિતિ સામાન્ય રહેશે. અમે આવતા સોમવાર માટે યોજના બનાવીશું.

(10:20 am IST)