Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે

કોરોના અમારે ત્યાંથી નહિ અમેરિકાથી નિકળ્યો

ચીનની બેશરમી : હવે દોષનો ટોપલો અમેરિકા ઉપર ઢોળ્યો : તપાસની માંગ

નવી દિલ્હી તા. ૨૭ : ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે આ કહેવત તો સાંભળી હશે. ભારતનો પાડોશી દેશ ચીન હવે આ કહેવતને સાચું સાબિત કરતું જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસ કયાંથી પેદા થયો, તે માલુમ લગાડવા માટે ચીનના લેબની તપાસની માંગ તેજ બની છે. તેનાથી ગભરાઈને ચીને હવે ઉલ્ટું અમેરિકા પર જ હુમલો કર્યો છે અને WHOએ માંગ કરી છે કે તે તેના લેબની જગ્યાએ યુએસના મિલિટરી બેઝ ફોર્ટ ડેટ્રીકની તપાસ કરે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિઝિયાને કહ્યું જો લેબની તપાસ કરવી હોય તો WHOના એકસપર્ટએફોર્ટ ડેટ્રીક જવું જોઈએ. ઝાઓ લીઝીયાનનું નિવેદન એ દાવો આવ્યા છે કે કોરોના એક લેબથી નીકળ્યો અને ફરી માણસોમાં આવીને સમગ્ર વિશ્વમાં ફેલાયો. જોકે ચીનના વુહાનમાં સૌથી પ્રથમ કોરોના કેસ રિપોર્ટ થયો હતો. તેથી આ શહેર શંકાના દાયરામાં છે. જોકે ચીન સતત આ દાવાને ફગાવી રહ્યો છે. અને તેને હવે કહ્યું છે કે લેબ લીક થિયરીના સમર્થકોને અમેરિકી બાયોલોજીકલ લેબની તપાસ કરવી જોઈએ.ઝાઓએકહ્યું અમેરિકાનેપારદર્શી અને જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ અને WHOના એકસપર્ટને તેમની ફોર્ટ ડેટ્રીક લેબની તપાસ માટે આમંત્રિત કરવા જોઈએ. ફકત આ પ્રકારે જ વિશ્વની સામે સત્ય આવી શકે છે. ઉલ્લેખનીયછે કે હાલમાં whoએ પ્રસ્તાવ આપ્યો હતો કે કોરોના ઉત્પત્ત્િ। અંગેની માહિતી મેળવવા માટે બીજા ચરણીની તપાસ કરવી જોઈએ. તેના હેઠળ ચીનના લેબ અને વુહાનની માર્કેટની પણ તપાસ કરવી જોઈએ.

(11:47 am IST)