Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

દરેક ચુંટણીમાં નવા ચહેરાઓ ઉપર દાવ ખેલવાની ''ગુજરાત ફોર્મ્યુલા'' UP માં અપનાવશે BJP ?

યોગી આદિત્યનાથના ૧૦૦ વર્તમાન ધારાસભ્યોની જગ્યાએ નવા-યુવા ચહેરાઓને પ્રાથમિકતા આપવાની રણનીતિ ઉપર કામ ચાલી રહ્યું છે

નવી દિલ્હી, તા. ર૭ :  ભાજપે યુપી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ને લઇને પોતાની ચૂંટણી રણનીતિઓ પર ઝડપથી કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આટલુ જ નહી, ભાજપ ફરી એક વખત યુપીની સત્તા મેળવવા માટે ગુજરાત ફોર્મૂલા અપનાવવાની તૈયારી કરી રહી છે. આ કારણે યુપીના વર્તમાન ધારાસભ્યોની મોટી સંખ્યામાં ટિકિટ કપાઇ શકે છે. જોકે, આ સમયે ભાજપ હાઇકમાન્ડના આદેશ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ધારાસભ્યોના પ્રદર્શન રિપોર્ટ તૈયાર કરવાની કવાયત ચાલી રહી છે.

મહત્વપૂર્ણ છે કે ભાજપ ગુજરાતમાં દર વખતે એન્ટી ઇન્કમબન્સીમાં જૂના ધારાસભ્યોની ટિકિટ કારી નવા ચહેરા પર દાંવ લગાવતી આવી રહી છે, જે ઘણા સમયતી સફળ પણ છે. સુત્રો અનુસાર, ભાજપ હાઇકમાન આ ફોર્મૂલાને અપનાવતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ૧૦૦ વર્તમાન ધારાસભ્યોની જગ્યાએ નવા અને યુવા ચહેરાઓને પ્રાથમિકતા આપવાની રણનીતિ પર કામ કરી રહી છે, જેની માટે ભાજપ પોતાના ધારાસભ્યોના પ્રદર્શન રિપોર્ટ તૈયાર કરાવી રહી છે અને તેના આધાર પર ધારાસભ્યોના ભવિષ્યનો નિર્ણય થશે.

ભાજપના દરેક ચૂંટણીમાં નવા ચહેરા પર દાંવ લગાવવાના ફોર્મૂલાને કારણે ગુજરાતની સત્તા પર ઘણા લાંબા સમયથી છે. જ્યારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપનો ગુજરાત ફોર્મૂલા હિટ રહ્યો હતો. જ્યારે ભારે બહુમતથી દિલ્હીની સત્તા પર અરવિંદ કેજરીવાલે ઘણી તાકાત લગાવી હતી. આટલુ જ નહી, ૨૦૧૪માં ભારે બહુમતથી કેન્દ્રમાં સરકાર બનાવનારી ભાજપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૯૦ સાંસદોની ટિકિટ કાપી હતી તો કેટલાક ૭૫ પ્લસ ઉંમરના ક્રાઇટેરિયા પણ લાગુ કરવામાં આવ્યો હતો. બીજી તરફ પાંચ સાંસદોએ ચૂંટણી પહેલા ભાજપનો સાથ છોડી દીધો હતો.

ભાજપે ગુજરાત ફોર્મૂલા લાગુ કર્યુ તો ૧૦૦થી વધુ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઇ શકે છે, તેમની જગ્યાએ પાર્ટી નવા ચહેરા પર દાંવ લગાવશે. યુપીમાં આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચમાં ચૂંટણી યોજાઇ શકે છે. ૨૦૧૭માં રાજ્યની સત્તા પર ભાજપે ૪૦૩માંથી ૩૧૨ બેઠક પર જીત મેળવી કબજો કર્યો હતો. જ્યારે સમાજવાદી પાર્ટીને ૪૭, બસપાને ૧૯ અને કોંગ્રેસને સાત બેઠક પર જીત મળી હતી. આ ચૂંટણીમાં સપા અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડી હતી.

(12:51 pm IST)