Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

બાબા મહાકાલની ઠાઠ-માઠથી નિકળી સવારી

ઉજજૈનઃ શ્રાવણના પહેલા સોમવારે ઉજજૈનમાં બાબા મહાકાલની સવારી રાજસી ઠાઠ માઠ સાથે નિકળી હતી. કોરોના ગાઇડ લાઇનના કારણે ભકતોને સામેલ થવાની પરવાનગી ન હતી, સભામંડપમાં મહાકાલના શ્રી મનમહેશ સ્વરૂપની પૂજા-અર્ચના થયેલ. મંદિરના મુખ્ય દ્વાર ઉપર ભગવાનને પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપેલ. જયારે પ્રતિબંધ છતાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ બેરીકેટ તોડીને દર્શન કરવા પહોંચ્યા હતા.

(2:45 pm IST)