Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કાશ્મીરઃ ૩૦ દિવસમાં ૨૭ આતંકી ઠાર

સૌથી મોટુ નુકસાન લશ્કર એ તૈયબાનેઃ ૭ કમાન્ડરો ગુમાવ્યા

જમ્મુઃ. આ મહિનામાં અત્યાર સુધીમાં કાશ્મીરમાં થયેલ ૧૩ મુઠભેડમાં ૨૭ આતંકવાદીઓ મરાયા છે. સૌથી વધારે નુકસાન લશ્કર-એ-તૈયબાને થયું છે, જેના ૭ કમાન્ડરો મરાયા છે.

અધિકારીઓ અનુસાર, સૌથી વધુ અથડામણો કુલગામ જીલ્લામાં થઈ છે. જ્યારે પુલવામામાં ૩ તથા અનંતનાગ, શ્રીનગર, કુપવાડા, બાંડીપોરા, બારામુલ્લા અને શોપીયા જીલ્લાઓમાં એક એક મુઠભેડ થઈ છે. કુલગામમાં ચાર અથડામણો થઈ હતી.

માર્યા ગયેલા ૨૭ આતંકવાદીઓમાં જોવામાં આવે તો દરેક બીજો આતંકવાદી કમાન્ડર સ્તરનો જ હતો પણ તેમા આઠ ટોપ કમાન્ડર પણ સામેલ હતા જે ઘણા સમયથી કાશ્મીરમાં એકટીવ હતા. તેમાં પુલવામા ત્રાલનો નિશાજ લોન, અનંતનાગનો આરિફ હજામ, શોપીયાનો ઈસ્ફાક ડાર, પાકિસ્તાની કમાન્ડર અબુ હુરારા, સોપોરનો ફયાઝવાર, બાંડીપોરાનો શારીક બાબા તથા શોપીયાનો આમીર મીર પણ લશ્કરે તૈયબા સાથે જોડાયેલ હતા. જ્યારે મેહરાઝુદ્દીન હલવાઈ હિઝબુલ મુઝાહીદ્દીન સાથે હતો.

આ મોતને પોલિસ બહુ મોટી સફળતા ગણે છે. તેનો દાવો છે કે દક્ષિણ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાનો સફાયો થઈ ગયો છે ફકત એક કમાન્ડર હવે બચ્યો છે.

(2:50 pm IST)