Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કોંગ્રેસ ન તો સંસદ ચાલવા દયે છે કે ન ચર્ચા કરવા દયે છે : BJPની બેઠકમાં PMએ કર્યા ઉગ્ર પ્રહારો

સંસદમાં વિપક્ષોના વલણ અંગે લોકોને વાકેફ કરવા પક્ષના સાંસદોને અનુરોધ

નવી દિલ્હી તા. ૨૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપી સંસદીય દળના નેતાઓની સાથે બેઠક કરી. આ દરમિયાન પીએમ મોદી કોંગ્રેસ પક્ષ પર નીશાન સાધ્યું. પીએમ મોદીએ સાંસદોને સ્પષ્ટ રીતે કહ્યું કે કોરોના પર જ્યારે બેઠક બોલાવામાં આવી તો કોંગ્રેસે તેનો બહિષ્કાર કર્યો અને બીજા દળોને પણ તેમા આવવાથી રોકયા, કોંગ્રેસ સંસદ ચાલવા દેતી નથી, એવામાં સાંસદ પ્રજા અને મીડિયાને કોંગ્રેસનો અસલી ચહેરો દેખાડે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને વી. મુરલીધરન તરફથી બીજેપી સંસદીય દળની બેઠક દરમિયાન જણાવામાં આવ્યું કે, ગયા સપ્તાહે લોકસભા અને રાજ્યસભામાં શું-શું થયું. ત્યારબાદ પીએમ મોદીએ પક્ષના સાંસદોને કહ્યું કે, તેઓ પ્રજા અને મીડિયાની સામે કોંગ્રેસનો વાસ્તવિક ચહેરો લાવે કે કઇ રીતે તેઓ બેઠકોમાં સામેલ થઇ રહ્યા છે અને ન ગૃહમાં કોઇ કામ થવા દઇ રહ્યા છે.

સંસદનું મોન્સુન સત્ર શરૂ થયાને એક સપ્તાહથી વધુ સમય થઇ ચુકયો છે પરંતુ વિપક્ષના હોબાળાના કારણે કાર્યવાહી યોગ્ય રીતે ચાલી શકી રહી નથી. વિપક્ષ પેગાસસ જાસૂસી મામલો અને કૃષિ કાયદાને પાછા ખેંચવાની માંગ પર હોબાળો કરી રહ્યા છે. ગઇકાલે પણ હોબાળાના કારણે રાજ્યસભાની કાર્યવાહી છ વાર સ્થગિત કરવી પડી હતી. આ દરમિયાન વિપક્ષી પાર્ટીના સાંસદોએ પોસ્ટર લઇને ગૃહમાં હોબાળો ચાલુ રાખ્યો હતો. હોબાળાના કારણે રાજ્યસભાની કાર્યવાહી છ વાર સ્થગિત કરવી પડી. રાજ્યસભામાં આજે પણ ટીએમસીના સાંસદોના હોબાળા બાદ કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી.

(3:50 pm IST)