Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

૩૫ ટકા યુવાઓ પર દાવ લગાવશે ભાજપ, વૃદ્ધોની ટિકિટ કપાવવાની તૈયારી

યુપી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ : પક્ષ ધારાસભ્યોનો સર્વે કરાવશે ભાજપ

 લખનૌઃ તા.૨૭, ભારતીય જનતા પાર્ટીએ યુપી વિધાનસભાની ચૂંટણીમાં ૩૦૦ પ્લસ સીટ જીતવાનો લક્ષ્ય રાખ્યો છે. અને તેને મેળવવા માટે દિલ્હીથી લઇ લખનૌ સુધી સંઘ અને સંગઠનની બેઠકો થઇ રહી છે.

 નવી રણનીતિ મુજબ, ભાજપ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં  એને જ ટિકિટ આપશે જે પાર્ટીની પરીક્ષા પર ખરા ઉતરશે. ચર્ચા છે કે, ભાજપ આ વખતે એક તૃતીયાંશ ધારાસભ્યોની ટિકિટો કાપી શકે છે. તેની જગ્યાએ ૩૦ થી ૩૫ ટકા યુવાઓને ચાન્સ આપવામાં આવશે. કેટલાક મંત્રીઓને પણ કાપી શકે તેવી અટકળો છે.

 સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ ઓગસ્ટમાં પોતાના ધારાસભ્યોનો સર્વે કરાવશે. ક્ષેત્રમાં કામ અને લોકપ્રિયતાના આધાર ઉપર જ એની ટિકિટ ફાઇનલ કરવામાં આવશે. આ સિવાય બીજેપીના એ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી શકે છે કે જે વૃદ્ધ છે. અને નોન પરફોર્મિગ છે. તેમની જગ્યાએ યુવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી શકે છે કે જેઓએ કોરોના કાળમાં પણ જનતાની વચ્ચે સક્રિય રહ્યા છે. આ આધાર પર નવા ચહેરાને ચાન્સ મળી શકે છે. આ સર્વે ઓગસ્ટ મહિના સુધીમાં પૂર્ણ થઇ શકે છે.

 યુપી ચૂંટણીમાં આ વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, ડો. દિનેશ શર્મા અને બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ ચૂંટણી લડી શકે છે. આ સિવાય કેટલાક મંત્રીઓની પણ ચૂંટણી લડવાની ચર્ચા છે જે વર્તમાનમાં વિધાન પરિષદના સભ્યો છે. બીજેપીના કેટલાકનું  માનવું છે કે મોટા નેતાઓના ચૂંટણી લડવાના કારણે પાર્ટીના કાર્યકર્તાઓનો જુસ્સો બન્યો રહે છે. સાથે જ વિધાન પરિષદમાં અનેક સીટો ખાલી થશે જેમાં આ કાર્યકર્તાઓને એમએલસી બનાવીને મોકલી શકાય છે. પાર્ટી જેનો ફાયદો સંગઠનોના કામમાં લ્યે છે. તે સિવાય આ નેતાઓની જીતવાની સંભાવના થોડી છે.

  મંગલ પાંડેની ધરતીથી સપાના પ્રબુદ્ધ વર્ગનું સંમેલન

 સમાજવાદી પાર્ટી ૧૫ ઓગસ્ટના મંગલ પાંડેની ધરતી મનાતી બલિયા જનપદથી બ્રાહ્મણ સંમેલનની શરૂઆત કરશે.  યુપીમાં જાતીય સંમેલન ઉપર રોક લગાવવાના કારણે સમાજવાદી પાર્ટીએ પ્રબુદ્ધ વર્ગ સંમેલન નામ આપ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ તેની કમાન પાર્ટીના મોટા બ્રાહ્મણ નેતા શુમાર  પૂર્વ વિધાનસભા અધ્યક્ષ માતા પ્રસાદ પાંડેય, પૂર્વ મંત્રી મનોજ કુમાર પાંડેય અને અભિષેક મિશ્રા, પૂર્વ ધારાસભ્ય સંતોષ કુમાર પાંડેયને સોંપવામાં આવી છે. ત્યાં જ સપાની સહયોગી પાર્ટી લોકદલ પણ પશ્ચિમી યુપીમાં ૨૭ જુલાઈથી ભાઈચારા સંમેલન શરૂ કરી રહી છે. 

(4:07 pm IST)