Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મહારાષ્ટ્રના પુરગ્રસ્ત વિસ્તાર માટે મોદી સરકારે જાહેર કર્યુ 700 કરોડનુ રાહત પેકેજ :કૃષિ પ્રધાનની જાહેરાત

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહી વાત

નવી દિલ્હી :કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં  મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યુ છે. કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને થયેલા નુકસાન અંગે આશરે 700 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં તાજેતરમાં જ વરસેલા અતિ ભારે વરસાદને કારણે ઠેર ઠેર નુકસાન થવા પામ્યુ છે. પૂરને કારણે, લગભગ 200 લોકોના મૃત્યુ નિપજ્યા છે. કેટલાય ઘરને નુકસાન થયુ છે. દુકાનદારોના માલસામાનને પણ પૂરથી નુકસાન થવા પામ્યુ છે. તો ખેડૂતોએ કરેલ વાવેતરને ભારે નુકસાન થવા પામ્યુ છે.

વિપક્ષના નેતા દ્વારા લોકસભના ચોમાસુ સત્રના પાંચમા દિવસે પણ પેગાસસ મુદ્દે ભારે હોબાળો ચાલુ રાખ્યો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવાની ફરજ પડી હતી. વિપક્ષ દ્વારા વારંવાર ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ સર્જવામાં આવ્યો હતો.

(7:14 pm IST)