Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ઈઝરાયેલના સ્પર્ધક સામે બે ખેલાડીનો ઊતરવા ઈનકાર

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન તણાવના પડઘા : અલ્જિરિયાના સ્પર્ધકે જ્યારે સુદાનના ખેલાડીએ જુડોની રમતમાં ઈઝરાયેલી ખેલાડી સામે રમવાનો ઈનકાર કર્યો

 

ટોક્યો, તા.૨૭ : ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તણાવના પડઘા ઓલિમ્પિકમાં પણ પડી રહ્યા છે. એક સપ્તાહમાં બે દેશોના ખેલાડીઓએ પેલેસ્ટાઈનના સમર્થનમાં ટોકિયો ઓલિમ્પિકમાં ઈઝરાયેલના સ્પર્ધક સામે ઉતરવાનો ઈનકાર કરી દીધો છે. અલ્જિરિયાના સ્પર્ધક ફેથી નોરિને એક સપ્તાહ પહેલા જુડોની ૭૩ કિલોની કેટેગરીમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ હતુ.

કારણકે તેનો મુકાબલો ૨૭ વર્ષીય ઈઝરાયેલી સ્પર્ધક બુટબુલ સાથે થવાનો હતો. નોરિને નિર્ણય ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તનાવના કારણએ લીધો છે. તેનુ કહેવુ હતુ કે, ઈઝરાયલના અત્યાચારના વિરોધમાં અને પેલેસ્ટાઈનના સમર્થનમાં નિર્ણય લીધો છે. જો માટે મારી ઓલિમ્પિકમાંથી હકાલપટ્ટી થાય તો પણ તેના માટે હું તૈયાર છું.

ઉપરવાળો બધુ જોઈ રહ્યો છે અને તે તેની ભરપાઈ કરશે. પહેલા પણ નોરિને ૨૦૧૯માં સ્પર્ધક સામે જુડો ચેમ્પિયનશિપમાં મુકાબલા માટે ઈનકાર કરી દીધો હતો. તે વખતે પણ જુડો ફેડરેશને તેને સસ્પેન્ડ કરી દીધો હતો. પછી સુદાનના મહોમ્મદ રસૂલે જુડોની રમતમાં ઈઝરાયેલી ખેલાડી સામે રમવાનો ઈનકાર કરી દીધો છે. જોકે માટે તેણે કારણ નથી આપ્યુ પણ અટકળો એવી છે કે, પેલેસ્ટાઈનના સમર્થનમાં રસૂલે નિર્ણય લીધો હોઈ શકે.

(7:35 pm IST)