Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સેન્સેક્સમાં ૨૭૪ પોઈન્ટનો કડાકો, નિફ્ટી ૧૫૭૪૬

સપ્તાહના બીજા દિવસે શેર બજાર તેજી સાથે ખુલ્યું : એસબીઆઈ લાઈફ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ, હિંદાલ્કો, ટાટા સ્ટીલના શેર લીલા નિશાન પર બંધ થયા

 

મુંબઈ, તા.૨૭ : સપ્તાહના બીજી દિવે એટલે કે મંગળવારે શેર બજાર ગિરાવટ સાથે બંધ થયા. દિવસ દરમિયાન ઊતાર-ચઢાવ બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૨૭૩.૫૧ ટકા તૂટીને ૫૨,૫૭૮.૭૬ના સ્તર પર બંધ થયો હતો. તો વળી નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૭૮.૦૦ પોઈન્ટની ગિરાવટ સાથે ૧૫૭૪૬.૪૫ના સ્તરે બંધ થયો હતો.

આજે શેર બજારની શરૂઆત વૃધ્ધિ સાથે થઈ. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૧૪૭.૦૨ પોઈન્ટની મજબૂતી સાથે ૫૨૯૯૯.૨૯ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૫૨.૪૦ પોઈન્ટની તેજી સાથે ૧૫,૮૭૬.૯૦ના સ્તરે ખુલ્યો હતો. આજના મુખ્ય શેરોમાં એસબીઆઈ લાઈફ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ, હિંદાલ્કો અને ટાટા સ્ટીલના શેર લીલા નિશાન પર બંધ થયા હતા. તો વળી ડોક્ટર રેડ્ડી, સિપ્લા, એક્સિસ બેંક, ડિવિસ લેબ અને અદાણી પોર્ટસના શેર લાલ નિશાન પર બંધ થયા હતા. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે મેટલ અને પીએસયુ બેંક સિવાયના તમામ સેક્ટર્સ ગિરાવટ પર બંધ થયા.

એમાં આઈટી, ફાર્મા, ઓટો, મીડિયા, બેંક, ફાઈનાન્સ સર્વિસ અને એફએમસીજી સામેલ છે. છેલ્લા કારોબારના દિવસે સેન્સેક્સ ૧૨૩.૫૩ પોઈન્ટની ગિરાવટ સાથે ૫૨,૮૫૨.૨૭ના સ્તરે બંધ થયો હતો તો વળી નિફ્ટી ૩૧.૬૦ પોઈન્ટની ગિરાવટ સાથે ૧૫,૮૨૪.૪૫ના સ્તરે બંધ થયો હતો. સોમવારે શેર બજાર ગિરાવટ સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ ૧૭૦.૯૨ પોઈન્ટ તૂટીને ૫૨,૮૦૪.૯૯ની સ્તરે ખુલ્યું હતું. નિફ્ટી ૪૪.૭૦ પોઈન્ટની ગિરાવટ સાથે ૧૫૮૧૧.૩૦ના સ્તરે ખુલ્યો હતો. એક્સચેન્જના આંકડા અનુસાર વિદેશી સંસ્થાગત કોરાણકારો મૂડી બજારમાં શુધ્ધ વેચવાલ રહ્યા અને તેઓએ શુક્રવારે ૧૬૩.૩૧ કરોડના શેરોની શુધ્ધ વેચવાલી કરી.

(8:57 pm IST)