Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

યોગી સરકારના મંત્રીએ કહ્યું- અમે 80 હજાર કરોડ લોકોને રાશન આપશું: લોકોએ કહ્યું- વિશ્વની વસ્તી કરતા પણ વધારે!

હજી સુધી કોઈ સરકારે એવું વિચાર્યું ન હતું, પરંતુ તે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની મહેરબાની છે

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના મંત્રી સરદાર બલદેવસિંહ ઓલખે રાશન વિતરણ અંગે કંઈક એવુ કહ્યું કે હવે વિપક્ષ તેમને નિશાન બનાવી રહ્યો છે તે સાંભળીને લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે યોગી સરકાર પ્રધાનમંત્રી ગરીબ રેશન યોજના અંતર્ગત 80,00૦ કરોડ લોકોને મફત રેશનનું વિતરણ કરશે. નોંધનીય છે કે સમગ્ર વિશ્વની વસ્તી ફક્ત 7.7 અબજની આસપાસ છે.

ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય, ઉત્તરપ્રદેશની વસ્તી લગભગ 22 કરોડ છે. આખા ભારતની 139 કરોડ છે અને વિશ્વની વસ્તી આશરે 7.7 અબજ છે. પરંતુ સીએમ યોગીના મંત્રીએ જાહેરાત કરી છે કે સરકાર યુપીમાં 80,00૦ કરોડ લોકોને મફત રેશનનું વિતરણ કરશે.

ખુદ કેન્દ્ર સરકાર પણ 139 કરોડની વસ્તીવાળા દેશમાં 80 કરોડ લોકોને મફત રેશન આપવાનો દાવો કરે છે. પ્રધાન બલદેવસિંહે તેની જીભ એવી રીતે લપસી ગઈ કે હવે લોકો ચુટકી લઈ રહ્યા છે. નોંધનીય છે કે, રાજકીય ભાષા એવા સમયે લપસી જ્યારે યૂપી વિધાનસભાની ચૂંટણીઓ ખૂબ નજીક આવી છે.

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, 80 હજાર કરોડ લોકોને રાશન આપવાની સરકારની યોજના છે. કેન્દ્ર અને યુપી સરકાર ગરીબોની સુખાકારી માટે વિચારે છે. હજી સુધી કોઈ સરકારે એવું વિચાર્યું ન હતું, પરંતુ તે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની મહેરબાની છે, જે ગરીબ છે, તેમને જે રેશન જોઈએ છે તે રાશન મળી રહ્યું છે.

(9:36 pm IST)