Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

પંજાબ અને રાજસ્થાન બાદ હવે છત્તીસગઢ કોંગ્રેસમાં ભડકો : સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવ લડાયક મૂડમાં

કૉંગ્રેસ ધારાસભ્ય બૃહસ્પતિ સિંહએ ટીએસ સિંહ દેવ પર પોતાની હત્યાના ષડયંત્રનો આરોપ લગાતા સદનમાં પોતાની સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો : વોકઆઉટ કર્યું

છત્તીસગઢમાં કૉંગ્રેસની સરકારમાં ડખો વધી રહ્યો છે. કૉંગ્રેસ ધારાસભ્ય બૃહસ્પતિ સિંહના આરોપો પર સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહે દેવ પણ હવે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે. સોમવારના આને લઈને ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો. કૉંગ્રેસ ધારાસભ્યએ ટીએસ સિંહ દેવ પર પોતાની હત્યાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ સદનમાં બીજેપીએ તપાસ કરવાની માંગ કરી હતી. ટીએસ સિંહે આજે સદનમાં પોતાની સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે અને સદનની બહાર થઈ ગયા.

 

ટીએસ સિંહ દેવે સદનમાં કહ્યું કે, હું ફક્ત એ કહેવા માટે ઉભો થયો છું કે મારા વિષયમાં સદનમાં શાસનનું સ્પષ્ટ વક્તવ્ય ના આવી જાય ત્યાં સુધી હું ખુદને સદનની કાર્યવાહીમાં સામેલ થવાને યોગ્ય નથી સમજતો.

ત્યારબાદ ટીએસ સિંહ દેવ પોતાના નિવાસસ્થાને જવા માટે નીકળી ગયા. સૂત્રો પ્રમાણે ટીએસ સિંહ દેવ આજે દિલ્હી જઈ શકે છે. ત્યાં કેન્દ્રીય નેતાઓ સાથે તેમની મુલાકાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ ધારાસભ્ય બૃહસ્પતિ સિંહે સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ મારી હત્યા કરાવીને સીએમ બનવા ઇચ્છે છે.

(11:49 pm IST)