Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અમેરિકામા સ્થાયી થયેલા ભારતીય મૂળના ઇકબાલ સિંહે પત્ની અને માતાની હત્યા કરી નાખી : એશિયન ચેમ્પિયનશિપ મેડાલિસ્ટ ઇકબાલે બંને હત્યા કરી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

પેન્સિલવેનિયા : અમેરિકામા સ્થાયી થયેલા ભારતીય મૂળના ઇકબાલ સિંહે પત્ની અને માતાની હત્યા કરી નાખી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 63 વર્ષીય ઈકબાલે 1983માં કુવૈતમાં થયેલ એશિયલ એથ્લેટિક્સ ચેમ્પિનશીપમાં શોટપુટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

  તેણે પોતાના પુત્રને ફોન કરીને પોલીસને બોલાવવા જણાવ્યું હતું.જે દરમિયાન તેણે પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જ્યારે ન્યુટાઉનશીપ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેઓએ જોયું કે, ઈકબાલ સિંઘ લોહીથી લથપથ છે. પોલીસે તાત્કાલિક તેઓને હથકડી પહેરાવી હતી. અને જ્યારે પોલીસે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે નસીબ કૌરની લાશ બેડરૂમના ફ્લોર પર પડેલી હતી અને આસપાસ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. તેઓનું ગળું કપાયેલી હાલતમાં હતું. જ્યારે તેઓની જસપાલ કૌરની લાશ ઉપરના માળે બાથરૂમ પાસે મળી આવી હતી. અને તેઓનું પણ ગળું કાપી દેવામાં આવ્યું હતું.

પત્ની અને માતાની હત્યા કર્યા બાદ ઈકબાલ સિંઘે પોતાના પુત્રને ફોન કર્યો હતો. અને કહ્યું હતું કે- મેં એ બંનેને મારી નાખ્યા. મેં તારી માતા અને દાદીની હત્યા કરી છે. પોલીસને ફોન કરી મને પકડી જવા માટે કહે. બાદમાં તેણે પોતાની દીકરીને પણ ફોન કર્યો હતો. અને પછી તેણે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.
ઈકબાલ સિંઘ પાડોશીઓમાં પણ જાણીતો હતો. પાડોશીઓએ કહ્યું કે, તે સવારે એક્સરસાઈઝ અને પ્રાથના કરતો હતો. અને ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. જો કે, પત્ની અને માતાની હત્યા કેમ કરી તે અંગે હજુ કોઈ કારણ જાણવા મળ્યું નથી.

ઈકબાલના ભારતમાં રહેતાં દોસ્તે જણાવ્યું કે, ઈકબાલની પત્ની ખુબ જ સારા સ્વભાવની હતી. અને તેની માતાની ઉંમર 90 વર્ષથી વધુ હશે. ઈકબાલના બાળકો પણ ત્યાં સારી રીટે સેટ થઈ ગયા હતા.

(2:22 pm IST)