Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

યુએસ વિમાનો દ્વારા ચીનની મિલિટ્રી ડ્રીલ કેમેરામાં કેદ

ચીને અમેરિકાના આ પગલાંની નિંદા કરી : અમેરિકાએ વાત દબાવી રાખી, પણ બેઈજિંગે જાહેર કરી

બેઈજિંગ, તા.૨૬ :  અમેરિકાના બે એડવાન્સ યુ- ટુ જાસૂસી વિમાનોએ કેટલાક દિવસો પહેલાં ચીનની સીમામાં ઘુસીને ચીનની મિલિટ્રી ડ્રિલને પોતાના કેમેરામાં કેદ પણ કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. અમેરિકાના અત્યાધુનિક હથિયારોથી સજ્જ આ વિમાનોનો જોવા સિવાય ચીન કશું કરી શક્યું ન હતું. અમેરિકાએ આ જાણકારી આપી નથી પણ ચીને પોતે આ અંગે નિવેદન કર્યું છે. 

ચીનના સંરક્ષણ મંત્રાલયે અમેરિકાના આ પગલાંની નિંદા કરી છે. મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે દેશના ઉત્તર ભાગમાં સૈન્ય અભ્યાસ દરમિયાન નો ફ્લાઇંગ ઝોનમાં અમેરિકી વાયુસેનાના યુ-૨ વિમાનોની ઘુસણખોરી ખુલ્લેઆમ ઉશ્કેરણીજનક પગલું છે. આ સંપૂર્ણ રીતે ઉશ્કેરણી માટે ભરાયેલું પગલું છે. અમે આ વાતનો વિરોધ કરીએ છીએ, અમેરિકાએ આવા પગલાને રોકવા જોઇએ. આ ઘટના ત્યારે બની જ્યારે ચીનની ઉત્તરી થિએટર સેના યુદ્ધાભ્યાસ કરી રહી હતી.

પહેલાથી જ અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે આ ઘટનાના પગલે તણાવમાં વધારો થયો છે.

ચીને આ ઘટનાનો સમય આને તારીખ જણાવ્યા નથી. આ પહેલા પણ ગયા મહહિને અમેરિકાના બે વિમાનોએ ચીનના શાંઘાઇથી માત્ર ૭૫ કિમી દૂર લાંબા સમય સુધી ઉડાન ભરી હતી.

(12:00 am IST)