Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

વિપક્ષોને જેઇઇ - એનઇઇટી પરીક્ષા યોજવા સામે ભારે વિરોધઃ સોનીયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસખા મુખ્યમંત્રીઓએ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધોઃ મમતા બેનરજી, ઉધ્ધવ ઠાકરે જોડાયાઃ જીએસટી અને જેઇઇ - એનઇઇટી પરીક્ષાઓ અંગે સરકાર પર આકરા પ્રહારો કરાયા

નવી દિલ્હીઃ વિપક્ષોએ દેશમાં  જેઇઇ - એનઇઇટી પરીક્ષા યોજવા સામે ભારે વિરોધ વ્યકત કર્યો છે. સોનીયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો.આ બેઠકમાં મમતા બેનર્જી, ઉધ્ધવ ઠાકરે પણ જોડાયા હતા અને જીએસટી અને જેઇઇ - એનઇઇટી પરીક્ષાઓ અંગે સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા.

National Eligibility cum Entrance Test (NEET) અને Joint entrance exam (JEE) પરીક્ષાના વિરોધમાં કોંગ્રેસના કારોબારી અધ્યક્ષ સોનિયા ગાંધીએબુધવારે વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા પોતાના સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. આ બેઠકમાં કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કોરોના કાળમાં પરીક્ષા કરાવવા અને રાજ્યો સાથે ભેદભાવ કરવાના મુદ્દે કેન્દ્ર સરકાર પર વ્યાપક હુમલો કર્યો હતો.

 બેઠકમાં પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, પુંડીચેરીના સીએમ વી નારાયમસામી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ભાગ લીધો હતો. પહેલાં એવા અહેવાલ હતા કે ઉદ્ધવ ઠાકરે બેઠકમાં જોડાશે નહીં. પરંતુ તેઓએ ભાગ લીધો હતો અને બહુ મહત્વની વાત કરી હતી.

બેઠકમાં સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંગે પણ ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે,

વિદ્યાર્થીઓ અને પરીક્ષાઓ સંબંધિત સમસ્યાઓ અંગે સરકાર તરફથી બહુ બેદરકારી વલણ દેખાઇ રહ્યુ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગેની જાહેરાતોથી પણ આપણે ખરેખર ચિંતિત થવું જોઇએ.

સોનિયા ગાંધીએ GST કમ્પનસેશન (Compensation) અંગે કેન્દ્ર સરકાર દ્વારા વ્યક્ત કરાયેલી અસમર્થતાને રાજ્યો સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે,

” 11 ઓગસ્ટે નાણાકીય મામલે સંસદની સ્થાઇ સમિતિની બેઠકમાં નાણા સચિવે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ વર્ષે 14 ટકા જીએસટી કમ્પનસેશનની ચુકવણી કરવાની સ્થિતિમાં નથી. આ ઇનકાર મોદી સરકાર દ્વારા કરાયેલા વિશ્વાસઘાત સિવાય બીજું કંઇ નથી.”

અમેરિકામાં 97000 બાળકો કોરોના સંક્રમિત થયાઃ ઉદ્ધવ

વીડિયો કોન્ફ્રન્સિંગમાં JEE-NEET પરીક્ષાઓ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બહુ તાર્કિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે,

અમેરિકાથી આવેલા રિપોર્ટ મુજબ ત્યાં સ્કૂલો ખોલવામાં આવી તો આશરે 97000 બાળકો કોરોનાથઈ સંક્રમિત થઇ ગયા. જો અહી પણ આવું થશે તો આપણે શું કરીશું?”

મમતા-કેપ્ટને કહ્યું- સાથે મળી સુપ્રીમ કોર્ટમાં ચાલો

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે,

” આપણે બધા જે પણ આ બેઠકનો હિસ્સો બન્યા છે. તે બધાએ મળીને સુપ્રીમ કોર્ટમાં જવું જોઇએ. બધાએ પરીક્ષાઓ રોકવા માટે અરજીઓ દાખલ કરવી જોઇએ. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ તેમની વાતને ટેકો આપ્યો હતો.

બાળકોના જીવનને કેવી રીતે સંકટમાં નાંખીએઃ મમતા

મમતા બેનરજીએ કેપ્ટન અમરિન્દર સિંહની વાતને સમર્થન આપતા કહ્યું કે, 

(12:00 am IST)