Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

પુલવામાની તપાસમાં અમેરિકન કનેકશન : NIAને FBI પાસેથી મળી બે મહત્વની માહિતી

અમેરિકન સુરક્ષા એજન્સી એફબીઆઇએ NIAને એવા બે ઇનપુટની તપાસમાં સહાયતા કરી જેનાથી અસલી ગુનેગાર સુધી પહોંચી શકાય

નવી દિલ્હી તા. ૨૭ : ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પુલવામામાં કાફલા પર થયેલા હુમલાની તપાસ કરી રહેલ NIAને અમેરિકાથી કેટલાંક પ્રકારની સહાયતા મળી. અમેરિકન સુરક્ષા એજન્સી એફબીઆઈએ NIAને એવા બે ઇનપુટની તપાસમાં સહાયતા કરી જેનાથી અસલી ગુનેગાર સુધી પહોંચી શકાય. એફબીઆઈ અને એનઆઇએ એ વ્યકિતની ઓળખ કરી જેનાથી હેન્ડલર સંપર્કમાં હતા. આ સિવાય ધડાકાથી ઉપયોગ કરાયેલી વિસ્ફોટકની પ્રકૃતિની તપાસમાં એફબીઆઈ એ સહયોગ કર્યો.

મીડિયા રિપોર્ટસને મળતી પ્રમાણે NIAનું કહેવું છે કે આપણી વિદેશી કાનૂન પ્રવર્તન એજન્સીઓના આભારી છીએ. જેમને આપણને કેટલાંય પ્રકારના અગત્યની માહિતી ઉપલબ્ધ કરાવી. તેમાં અમેરિકાના એફબીઆઈ એ પણ સહાયતા કરી. તેનાથી આપણે અભિયુકતોને પકડવાની અને ઘાટીમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાનના મંસૂબાને ધ્વસ્ત કરી દીધા.

એફબીઆઇ એ જૈશ-એ-મોહમ્મદના એક પ્રવકતા દ્વારા ચલાવવામાં આવતા વોટ્સએપ એકાઉન્ટની તપાસ કરવામાં પણ મદદ કરી. તે આતંકવાદી હુમલામાં સામેલ તેના સાથીઓ સાથે સતત સંપર્કમાં હતો. આ વોટ્સએપ એકાઉન્ટને કાશ્મીરના એક મોબાઇલ ફોન પર મોહમ્મદ હુસેન ઓપરેટ કરતો હતો. તપાસ કરવા પર તેનું લલોકેશન પીઓકેના મુઝફફરાબાદમાં મળી આવ્યું. આ વોટ્સએપ નંબર બડગામની રહેવાસી મહિલાના નામે રજીસ્ટર્ડ હતો, જેનું ૨૦૧૧માં મોત થઇ ચૂકયું હતું.

એનઆઈએના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ભારત બહારથી ઓપરેટ થનારા વ્હોટ્સએપ અને ફેસબુક એકાઉન્ટ્સની માહિતી શોધી કાઢવી શકય નથી. તેથી યુએસ એજન્સી એફબીઆઇની મદદ લેવામાં આવી હતી.

પુલવામા ઘટનામાં કયા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે શોધવા માટે પણ એફઆઇબીએ એનઆઈએને મદદ કરી હતી. શરૂઆતમાં એફબીઆઇએ એ જણાવ્યું હતું કે તેમાં એમોનિયમ નાઇટ્રેટ, નાઇટ્રોગ્લિસરિન અને જિલેટીન સ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાછળથી સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમે પણ તેની પુષ્ટિ કરી હતી.

તપાસમાં બહાર આવ્યું કે આતંકવાદીઓએ હુમલાના એક વર્ષ પહેલા ૨૦૧૮ માં ૧૦-૧૨ કિલોના સ્લેબમાં વિસ્ફોટક સંગ્રહ કર્યો હતો. પહેલી વ્યકિતને મુન્ના લાહોરી સાથે માર્ચમાં લાવવામાં આવ્યો હતો, જયારે બીજાને એક એપ્રિલમાં ઉમર ફારૂખ અને ત્રીજાને મે ઇસ્માઇલ લામ્બુ લઇને લાવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન એજન્સીને ઘણા પુરાવા મળ્યા છે.

(9:57 am IST)