Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

બેઆબરૂ : UNSCમાં ફરી પાકિસ્તાનની આબરૂના ધજાગરા : UNએ કહ્યું જૂઠા નિવેદનને રિકોર્ડ પર નહીં રખાય

યુનો તા. ૨૭ : પાકિસ્તાનના ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર આબરુના ધજાગરા ઉડ્યા હતા. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ના અધ્યક્ષ ઈન્ડોનેશિયાએ પાકિસ્તાનના મોઢા પર લાફો માર્યો છે. ઈન્ડોનેશિયાએ એ સ્પષ્ટ કર્યુ છે કે ૨૪ ઓગસ્ટના સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાન મિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનને રિકોર્ડ પર લેવામાં આવ્યાનથી. કેમ કે પાકિસ્તાનના દૂચ મુનીક અકરમ દ્વારા આપવામાં આવ્યું હતુ.

સૂત્રોના જણાવ્યાનુંસાર સુરક્ષા પરિષદના અધ્યક્ષ ઈન્ડોનેશિયાએ ભારતને એ સ્પષ્ટ કર્યુ કે UNSCમાં પાકનું નિવેદન રિકોર્ડ પર નહીં લેવામાં આવે. પાકિસ્તાનના સ્થાયી મિશને મંગળવારે ટ્વીટ કરી ખોટું નિવેદન આપ્યું હતુ. પાકે. કહ્યું ટ્વીટમાં કહ્યું કે તેણે આતંકવાદ માટે યુએનમાં સ્પીચ આપી. હકિકતમાં એવું કંઈ હતુ જ નહીં.

UN પાકિસ્તાનના નિવેદનને રેકોર્ડ ઉપર નહીં લે.  ૨૪ ઓગસ્ટે પાકિસ્તાનના નિવેદનને UN રેકોર્ડ ઉપર નહીં રાખે. એટલે કે પાકિસ્તાન દૂત દ્વારા નિવેદન ન અપાયુ હોવાથી રેકોર્ડ ઉપર નહીં રખાય. ઉલ્લેખનીય છે કે UNSCમાં પાકિસ્તાને કશ્મીર મુદ્દે ભારત પર આરોપ લગાવ્યા હતા.

(9:59 am IST)