Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

કોરોનાનું તાંડવ : ૨૪ કલાકમાં ૭૫,૭૬૦ નવા કેસ : ૧૦૨૩ના મોત

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩૩,૧૦,૨૩૪ થઇ : કુલ મૃત્યુઆંક ૬૦,૪૭૨ : ૭,૨૫,૯૯૧ એકટીવ કેસ : ૨૫,૨૩,૭૭૧ સાજા થયાઃ વિશ્વસ્તરે ૨.૪૧ કરોડ લોકો કોરોનાના ભરડામાં આવ્યા : ૮.૨૫ લાખથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા

નવી દિલ્હી તા. ૨૭ : ભારત સહિત વિશ્વભરના ૧૮૦ જેટલા દેશમાં કોરોના વાયરસ તાંડવ મચાવી રહ્યો છે. અત્યાર સુધી ૨.૪૧ કરોડ લોકો તેના સકંજામાં આવ્યા છે અને આ વાયરસે વિશ્વસ્તરે અત્યાર સુધીમાં ૮.૨૫ લાખથી વધુ લોકોના જીવ લીધા છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસ રોજેરોજ વધી રહ્યા છે.

આજે સવારે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૭૫,૭૬૦ નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૧૦૨૩ લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૩૩૧૦૨૩૪ની થઇ છે અને ૨૫૨૩૭૭૧ લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં ૬૦૪૭૨ લોકોના મોત થયા છે.

રિકવરી રેટની વાત કરીએ તો તેમા થોડો વધારો થયો છે. હવે રિકવરી રેટ ૭૬.૨૪ ટકા પર પહોંચી ગયો છે. ગઇકાલે ૯૨૪૯૯૮ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૩૮૫૭૬૫૧૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યારે કોરોનાના ૭૨૫૯૯૧ એકટીવ કેસ છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૭૧૮૭૧૧ કેસ છે અને ૨૩૦૮૯ લોકોના મોત થયા છે. તામિલનાડુમાં ૬૮૩૯, કર્ણાટકમાં ૫૦૯૧, દિલ્હીમાં ૪૩૪૭, આંધ્રમાં ૩૫૪૧, ગુજરાતમાં ૨૯૪૫, ઉત્તરપ્રદેશમાં ૩૧૪૯ લોકોના મોત થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશના કોરોનાના કેસ

 . મહારાષ્ટ્રઃ ૧૪,૮૮૮

. આંધ્રપ્રદેશઃ ૧૦,૮૩૦

. કર્ણાટકઃ ૮,૫૮૦

. તમિલનાડુઃ ૫,૯૫૮

. ઉત્ત્।ર પ્રદેશઃ ૫,૬૪૦

. ઓડિશાઃ ૩,૩૭૧

. બેંગ્લોરઃ ૩,૨૮૪

. તેલંગાણાઃ ૩,૦૧૮

. પશ્ચિમ બંગાળઃ ૨,૯૭૪

. કેરળઃ ૨,૪૭૬

. આસામઃ ૨,૧૭૯

. બિહારઃ ૨,૧૬૩

. મુંબઇઃ ૧,૮૫૪

. દિલ્હીઃ ૧,૬૯૩

. પુણેઃ ૧,૬૧૭

. પંજાબઃ ૧,૫૧૩

. થાણેઃ ૧,૪૯૧

. હરિયાણાઃ ૧,૩૯૭

. રાજસ્થાનઃ ૧,૩૪૫

. ગુજરાતઃ ૧,૧૯૭

. ઝારખંડઃ ૧,૧૩૭

. મધ્યપ્રદેશઃ ૧,૦૬૪

. છત્ત્।ીસગઢઃ૧,૦૪૫

. જમ્મુ-કાશ્મીરઃ ૭૦૪

. ઉત્ત્।રાખંડઃ ૫૩૫

. પુડ્ડુચેરીઃ ૫૦૪

. ગોવાઃ ૪૯૭

. ચંડીગઢઃ ૧૬૭

. હિમાચલ પ્રદેશઃ ૧૬૭

. મણિપુરઃ ૧૪૧

(3:53 pm IST)