Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

૧૯ વર્ષ પછી શ્રાદ્ધ પક્ષ અને નવરાત્રિ વચ્ચે અધિક માસ

૨ થી ૧૭ સપ્ટેમ્બર શ્રાદ્ધ, ૧૮ સપ્ટે. થી ૧૬ ઓકટો. અધિક માસ, ૧૭ થી ૨૮ ઓકટો. નવરાત્રિ રહેશે

નવી દિલ્હી,તા. ૨૭: હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા પર્વોની વણઝાર જોવા મળી રહી છે. રક્ષાબંધન, જન્માષ્ટમી બાદ હવે ગણેશોત્સવ પર્વની સંયમ અને સાદગી સાથે ઉજવણી થઇ રહી છે. કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે વિવિધ ઉત્સવોની જાહેર ઉજવણી પર રોક મૂકી દેવામાં આવી છે. આ સ્થિતિમાં ભકતો ઘર બેઠા જ બે ફૂટ સુધીના શ્રીજીની સ્થાપના કરી પૂજા-આરતી, આરાધના કરી રહ્યા છે. જયારે હવે ગણેશોત્સવ બાદ શ્રાદ્ઘ પક્ષ અને પછી નવરાત્રિ આવશે. જોકે, શ્રાદ્ઘ પક્ષ અને નવરાત્રિ પર્વ વચ્ચે ચાલુ વર્ષે અધિક માસનો સંયોગ જોવા મળશે. ૧૯ વર્ષ પછી આ પ્રકારે શ્રાદ્ઘ પક્ષ અને નવરાત્રિ વચ્ચે અધિક માસ આવશે. અગાઉ ૧૦૬ વર્ષ પછી ૨૦૦૧ની સાલમાં શ્રાદ્ઘ અને નવરાત્રિ વચ્ચે અધિક માસ આવ્યો હતો. હિન્દુ પંચાગ પ્રમાણે દર ત્રણ વર્ષ પછી આવનારા લીપ વર્ષમાં અધિક માસનો ઉમેરો થાય છે. હિન્દૂ સંવત વર્ષની સદીઓથી ચાલતી પ્રણાલીમાં તિથિ અને દિવસોના સંયોગને કારણે દર ત્રણ વર્ષે એક વર્ષ અધિક માસનો ઉમેરો કરવામાં આવે છે. શ્રાવણ માસ જેટલું જ મહાત્મ્ય અધિક માસને આપવાની સાથે જ મહિલા, પુરુષ, મોટેરાઓ આ અધિક માસમાં ઉપવાસ, આરાધના સહિતના નિત્ય ક્રમ કરે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે હિન્દુ પંચાલમાં લીપ વર્ષ હોવાની સાથે જ શ્રાદ્ઘ પક્ષ અને નવરાત્રિ વચ્ચે અધિક માસનો સંયોગ જોવા મળશો. જયોતિષાચાર્ય ડો. હરીશ જોશીએ જણાવ્યું હતું કે, શ્રાદ્ઘ પક્ષ અને આસોદ નવરાત્રિ વચ્ચે અધિક માસ આવતો હોય

એવો સંયોગ ૧૨૫ વર્ષમાં બીજી વાર સર્જાયો છે. અગાઉ ૨૦૦૧ની સાલમાં આ જ પ્રકારે શ્રાદ્ઘ પક્ષ અને નવરાત્રિ વચ્ચે અધિક માસ હતો. તે પૂર્વે એક સદી પહેલા આ પ્રકારનો યોગ જોવા મળ્યો હતો. હાલમાં ૧ સપ્ટેમ્બરના રોજ અનંત! ચૌદશ સાથે વિધ્નહર્તા દેવ ગણેશજીનું વિસર્જન કરાશે. ત્યારબાદ રથી ૧૭ સપ્ટેમ્બર સુધી શ્રાદ્ઘ પક્ષ હોવાથી પિતૃ તર્પણ, પિંડદાન સહિતની પિતૃઓ માટેની વિધિ, ક્રિયા કરાશે. ત્યારબાદ ૧૮ સપ્ટેમ્બરથી ૧૬ ઓકટોબર સુધી અધિક માસ રહેશે. જયારે ૧૭ ઓકટોબરથી નવરાત્રી પર્વનો આરંભ થશે અને રપ ઓકટોબરે નવરાત્રિની સમાપ્તિ થશે.

 અધિકમાં શુભ કાર્યો પર રોક, દશેરા અને દિવાળી પર્વ મોડા આવશે

ચાલુ વર્ષે અધિક માસને કારણે ગણેશોત્સવ સુધીના વિવિધ પર્વો ગત વર્ષની સરખામણીએ ૧૦થી ૧૪ દિવસ વહેલા આવ્યા હતા. પરંતુ ત્યારબાદ અધિક માસ આવતો હોવાથી નવરાત્રિ. દશેરો, દિવાળી સહિતના પર્વો૧૦થી ૧૪ દિવસ મોડા આવશે. ચાલુ વર્ષે ૧૭થી રપ ઓકટોબર સુધી નવરાત્રિ પર્વ છે. ર૬ ઓકટોબરના રોજ વિજયાદશમીની ઉજવણી કરાશે. જયારે દિવાળી પર્વની નવેમ્બરમાં ઉજવણી કરાશે. તેમાં વર્ષો પછી ૧૪ નવેમ્બરના રોજ દિવાળી પર્વની રંગારંગ ઉજવણી થશે. આમ, અધિક માસને કારણે ચાલુ વર્ષે હિન્દુ પર્વોની હારમાળા ખોરવાઇ જશે. અધિક માસમાં શુભ કાર્યો વર્જીત હોવાની સાથે જ તેના પર રોક મુકાશે. એક માસના વિરામ બાદ ૧૭ ઓકટોબરથી ફરી પર્વોની ઉજવણી શરૂ થશે.

(11:29 am IST)