Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

૧૨થી વધુ રાજ્યોમાં કર્મચારીઓની સેલેરીનું સંકટ

સૌથી વધુ ડોકટરો અને શિક્ષકો હેરાન - પરેશાન : રાજ્યોએ કેન્દ્ર સરકાર પર ઠીકરૂ ફોડયું

નવી દિલ્હી તા. ૨૭ : કોરોના અને ત્યારબાદ દેશવ્યાપી લોકડાઉનના એક ડઝનથી વધુ રાજ્યોની નાણાકીય સ્થિતિ કથળી ગઇ છે. તેના કારણે ત્યાં કર્મચારીઓની સેલેરી ચુકવણીમાં મોડું અને મૂડી ગત ખર્ચામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અનેક રાજય તેનું ઠીકરૂ કેન્દ્ર સરકાર પર ફોડી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે જીએસટીની ચુકવણી નહી કરવાના કારણે એ સ્થિતિ થઇ છે. આજે જીએસટીના અન્ય બિલોની ચુકવણી પર જીએસટી પરિષદની બેઠક થશે. આ બધાની વચ્ચે દરેક રાજ્યોએ કેન્દ્ર સરકારને ત્રાહિમામ સંદેશ મોકલ્યો છે.

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ત્રિપુરા તે રાજ્યોમાં સામેલ છે, જ્યાં કોરોના કાળમાં પણ સ્વાસ્થ્ય કર્મીઓને સમય પર પગાર આપવામાં આવતો નથી. યુપી, તેલંગાણા, કર્ણાટક અને મધ્યપ્રદેશ એવા રાજ્યો છે જ્યાં કોલેજો અને વિશ્વવિદ્યાલયોના ટીચર અને સ્ટાફને સમય પર સેલેરીની ચુકવણી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં વધુ પડતા રાજ્યો કેન્દ્ર પર ઠીકરૂ ફોડી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે આ વર્ષે એપ્રિલથી જ તેઓને જીએસટી બાકીની ચુકવણી કરવામાં આવી નથી. કેટલાક ભાજપ શાસિત રાજ્યો સહિત અન્ય રાજ્યો વચ્ચે તે સામાન્ય થનારી જીએસટી પરિષદની બેઠકમાં શરત વગર રાજકોષીય ઘાટાની સીમા વધારવાની મંજૂરી મળે સાથે જ બાકી રહેલા જીએસટી ચુકવણીને પણ લીલીઝંડી મળે.

જો કે સંકટને જોઇને કેન્દ્ર સરકારે રાજ્યો માટે શરતની સાથે ઉધાર લેવાની મર્યાદાને વધારી દીધી છે પરંતુ આ પગલુ વધુ કારગર સાબિત થયું નથી. કારણે ફકત આઠ રાજ્યો જ તેના માટે સતર્કતા દાખવી રહ્યા છે.

(11:26 am IST)