Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જે મહિલા સમલૈંગિક પાર્ટનર સાથે રહેવા માગે છે તેમને સરકાર સુરક્ષા આપે

ઓડિશા હાઈકોર્ટે સરકારને સંમલૈંગિક મહિલાને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી,તા. ૨૭: ઓડિશા હાઈકોર્ટે એક ૨૪ વર્ષીય યુવતીને તેના સમલૈંગિક પાર્ટનર સાથે રહેવાની પરવાનગી આપી છે અને સાથે સાથે સરકારને આ કપલને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ પણ આપ્યો છે. અરજીકર્તા ચિન્મયી જેના ઉર્ફ સોનૂ કૃષ્ણા જેનાએ બંધારણીય અનુચ્છેદ ૨૨૬ અને ૨૨૭ હેઠળ તેની મહિલા પાર્ટનર સાથે રહેવા માટે

અરજી દાખલ કરી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેની મહિલા પાર્ટનરની માતા અને કાકા તેને તેની સમલૈંગિક પાર્ટનરથી દૂર રાખી રહ્યા છે. અરજીકર્તાએ જણાવ્યું હતું કે, તેઓ તેના લગ્ન તેની મરજીની વિરદ્ઘ અન્ય કોઈ યુવક સાથે કરાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

જેનાએ દાવો કર્યો કે, જયારે તેઓ તેની મહિલા પાર્ટનરની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી તો આ વર્ષે એપ્રિલમાં તેની માતા અને ચાચા તેની પાસે આવ્યા અને બળજબરીપૂર્વક તેની મરજીની વિરુદ્ઘ તેમની સાથે લઈ ગયા. બંને પુખ્ત વ્યકિતના હોવા છતાં પણ તેમને અલગ કરવાામાં આવ્યા.

જેનાએ કોર્ટે જણાવ્યું હતું કે, બંને વર્ષ ૨૦૧૧થી એકબીજાના પ્રેમમાં છે. બંનેએ શાળા અને કોલેજનું શિક્ષણ સાથે પૂર્ણ કર્યું અને તેઓ ૨૦૧૭થી જ એકબીજાની સહમતિથી રિલેશનશિપમાં છે. જેના હાલ એક પ્રાઈવેટ કંપનીમાં કરે છે. જસ્ટિસ એસકે મિશ્રા અને જસ્ટિસ સાવિત્રી રાથોએ બેંચની સુનાવણી દરમિયાન બંનેને સાથે રહેવાનો આદેશ આપ્યો અને બંનેને સુરક્ષા આપવાના આદેશ આપ્યા હતા.

(11:30 am IST)