Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જો ડેમોક્રેટિક પાર્ટી સત્તા ઉપર આવશે તો ઈરાનને પરમાણુ હથિયાર હાંસલ કરવા નહીં દેવાય : પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના કાર્યકાળમાં થયેલી ઈરાન સાથેની સમજૂતી ડોનાલ્ડ ટ્રમ્પએ રદ કરતા ઈરાનનો ઉપદ્રવ વધ્યો છે : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસ

વોશિંગટન : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસ એ તાજેતરમાં યોજાયેલી ફંડ રેઇઝિંગ મિટિંગમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો ડેમોક્રેટિક પાર્ટી સત્તા ઉપર આવશે તો ઈરાનને પરમાણુ હથિયાર હાંસલ કરવા નહીં દેવાય .
તેમણે ઉમેર્યું હતું કે પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના કાર્યકાળમાં તત્કાલીન વાઇસ પ્રેસિડન્ટ તથા વર્તમાન પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બીડને અન્ય દેશોનો સહકાર લઇ ઈરાન સાથે પરમાણુ સમજૂતી કરી હતી તથા તાઇવાનનો ઉપદ્રવ રોકવાનું નક્કી કરાયું હતું. પરંતુ ઈરાન સાથેની આ સમજૂતી ડોનાલ્ડ ટ્રમ્પએ રદ કરતા ઈરાનનો ઉપદ્રવ વધ્યો છે.તેથી અગાઉ થયેલી સમજુતીનો અમલ કરાવવો જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે સુશ્રી કમલા હેરિસ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદ માટેના સૌપ્રથમ અશ્વેત તથા ભારતીય મૂળના મહિલા છે.જેઓ કેલિફોર્નિયાના સેનેટર છે.

(11:57 am IST)