Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

" ધ ઇન્ડિયા વે - સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેઇન વર્લ્ડ " : ભારત અને ચીન વચ્ચેના સબંધો વિષે વિદેશ મંત્રી એસ.જયશંકરે પુસ્તક લખ્યું : લોકાર્પણ સમયે લડાખમાં પરિસ્થિતિ બહુ ગંભીર હોવાનો એકરાર : 1962 ની સાલના ચીન સાથેના યુદ્ધ પછીના આટલા વર્ષોમાં હાલની પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર

ન્યુદિલ્હી : ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે તાજેતરમાં " ધ ઇન્ડિયા વે - સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેઇન વર્લ્ડ " નામક પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે.જેના લોકાર્પણ પ્રસંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે લડાખમાં પરિસ્થિતિ બહુ  ગંભીર હોવાનો એકરાર કર્યો હતો.તથા જણાવ્યું  હતું કે 1962 ની સાલના ચીન સાથેના યુદ્ધ પછીના આટલા વર્ષોમાં હાલની પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર જોવા મળી છે.
તેમણે ઉમેર્યું હતું કે 1962 ની સાલ પછી પણ અવારનવાર સરહદે છમકલાં થયા છે.પરંતુ વાટાઘાટો દ્વારા પ્રશ્નો હલ કરાયા હતા.આ વખતેના સરહદી ઘર્ષણને કારણે દેશના 20 જવાનો શાહિદ થયા છે.વાટાઘાટો અને સૈન્ય બંને દ્વારા સમાધાન સાધવાના પ્રયત્નો થઇ રહ્યા છે.પરંતુ હજુ  સુધી પરિસ્થિતિ થાળે પડી નથી.

(12:40 pm IST)