Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ભારત ઇઝરાયલ પાસેથી બે ફાલ્કન અવાકસ સીસ્ટમ ખરીદશે : દુશ્મનો ઉપર આકાશમાંથી રખાશે બાજ નજર

નવી દિલ્હી,તા. ૨૭: ચીન અને પાકિસ્તાનથી વધતા ખતરાની વચ્ચે ભારત ટૂંક સમયમાં જ બે આકાશી આંખોને ખરીદવા જઇ રહ્યું છે. તેની મદદથી ભારતની વિરૂદ્ઘ બે ફ્રન્ટ મોર્ચા પર ખોલવાની તૈયારી કરી રહેલા દેશના દુશ્મનો પર બાજ નજર રાખી શકાશે. ભારતીય રક્ષા મંત્રાલય તેને લઇ ટૂંક સમયમાં જ ઇઝરાયલની સાથે કરારને આખરી ઓપ આપી શકે છે.આ કરારની અંતર્ગત ઇઝરાયલ ભારતને બે ફાલ્કન એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (અવાકસ)ની સપ્લાય કરશે. પહેલાં પણ આ ડીલની કિંમતને લઇ ભારત અને ઇઝરાયલની વચ્ચે કેટલીય વાતચીત થઇ ચૂકી છે. જો કે બેતરફી ખતરાને જોતા આ કરારને ઝડપથી આખરી ઓપ આપવા માટે ભારત પર દબાણ વધી રહ્યું છે.

ઇઝરાયલના ફાલ્કન અવાકસને રૂસની ઇલ્યુસિન-૭૬ હેવી લિફ્ટ એરક્રાફ્ટની ઉપર લગાવાશે. સૂત્રોના મતે આ ડીલને લઇ મંત્રાલયમાં ચર્ચા થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં જ તેને કેબિનેટ કમિટી ઓન સિકયોરિટીની સામે અંતિમ મંજૂરી માટે રજૂ કરાશે.

ભારતીય વાયુસેના પેલેથી જ ત્રણ ફાલ્કન અવાકસને ઓપરેટ કરે છે. તેણે ભારતીય વાયુસેનામાં ૨૦૦૯થી લઇ ૨૦૧૧ના વચ્ચે સામેલ કરાયા હતા. સૂત્રોના મતે જે બે અવાકસને ઇઝરાયલ પાસેથી ખરીદવાની વાતચીત ચાલી રહી છે તે પેહલાંના ત્રણ ફાલ્કનની તુલનામાં વધુ તાકાતવાર હશે. તેનાથી લાંબા અંતર સુધીના કેટલાંય પ્રકારના ફ્લાઇંગ ઓબ્જેકટસ પર બાજ નજર રાખી શકાશે.

(3:02 pm IST)