Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ટ્રમ્પને ફરી ચુંટી કાઢોઃ ન્યાયના નામે હિંસા કરનારને રોકવા જરૂરીઃ મેલાનીયા ટ્રમ્પ

અમેરિકાના પ્રથમ મહિલાએ રિપબ્લીકન પાર્ટીના નેશનલ કોન્વેશનને સંબોધન

વોશીંગ્ટન તા. ર૭: અમેરિકી ચૂંટણીમાં હવે ટ્રમ્પની પત્ની મેલાનિયા પણ મેદાનમાં ઉતર્યા છે. રિપબ્લીકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે મેલાનીયાએ જણાવેલ કે, અમેરિકામાં હિંસા ઉપર લગામ કસવી જરૂરી છે. હું સ્લોવેનીયાની નાગરીક હતી. વિદેશી મુળની હતી પણ અમેરિકાની નાગરીક બનવા માંગતી હતી. એટલે મે ૧૦ વર્ષ રાહ જોઇ હતી. ર૦૦૬ માં ટેસ્ટ આપી નાગરીક બની હતી.

મેલાનીયાએ વધુમાં જણાવેલ કે રંગભેદ એવો એક ઇતિહાસ છે જે આપણે બધા ભુલવા માંગીએ છીએ. પણ આપણે તેમાંથી ઘણું શીખવું પડશે. તેમણે ર૮ મીનીટ સુધી વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં સંબોધન કરેલ.

રોઝ ગાર્ડનમાં ભાષણા આપતા અનેક નેતાઓ નારાજ થયેલ. રિપબ્લીકન નેતા લીંકન પ્રોજેકટે ટ્વીટ કરેલ કે, પ્રથમ મહિલા, વ્હાઇટ હાઉસમાં રાજકીય ભાષણ આપી રહ્યા છે. દેશ માટે દુઃખદ છે. અન્ય એક ન્યુઝ ચેનલે તો ત્યાં સુધી કહેલ કે ટ્રમ્પ પરિવાર ન તો રાજ પરિવાર છે અને ન તો વ્હાઇટ હાઉસ તેમની જાગીર છે.

રિપબ્લીકનના કન્વેશનના આરંભને ટીવી ચેનલો ઉપર લગભગ ૧.પ૮ કરોડ લોકોએ જોયું હતું. જયારે ગત સપ્તાહે ડેમોક્રેટીકના કન્વેશનની ઓપનીંગ નાઇટને ૧.૮૭ કરોડ લોકોએ નિહાળ્યું હતું.

કંન્વેશનના પહેલા દિવસે અડધો ડઝન વકતાઓમાંથી કોઇએ કોરોનાના મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવી ન હતી. જયારે બીજે દિવસે ટ્રમ્પના પુત્ર એરીક અને પુત્રી ટીફનીએ પણ બે શબ્દો સહાનુભુતીના ન બોલેલ. જયારે મેલાનીયાએ મૃતકોના પરિજનો પ્રત્યે લાગણી દર્શાવતા જણાવેલ કે ટ્રમ્પ ત્યાં સુધી આરામ નહીં કરે, જયાં સુધી લોકોને સંકટમાંથી બહાર ન કાઢી લે.

મેલાનીયાએ ન્યાયના નામે અમેરિકામાં હિંસા અને લુંટફાટ કરનાર ઉપર નિશાન સાધતા કહેલ કે આનાથી ફાયદો નહીં પણ આંદોલનને નુકશાન પહોંચી રહ્યું છે. ઉપરાંત મેલાનીયાના ભાષણ સાથે તેમણે પહેરેલ ડ્રેસ પણ ચર્ચામાં રહેલ. (૭.૩૦)

અમેરિકા માટે ટ્રમ્પને ફરી ચુંટો

મેલાનીયાએ લોકોને જણાવેલ કે બધાએ આગળ આવવું જોઇએ જેથી અમેરિકા આગળ વધી શકે. માટે ટ્રમ્પને ફરી ચુંટી રાષ્ટ્રપતિ બનાવો. ટ્રમ્પ વેપારી છે, તેઓ રાજકારણમાં ન હતા. તમે તેના ઉપર વિશ્વાસ મૂકી નેતા તરીકે પસંદ કર્યા છે. હું બધાને ફરી અપીલ કરૃં છું કે તેઓ કોઇ પરંપરાગત નેતા નથી તેઓ ફકત વાતો નથી કરતા તેમનું કામ બોલે છે.

(3:02 pm IST)