Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાનો વધુ ૪૦ કેસ

ગઇકાલે ૨૪૦૬ સેમ્પલ પૈકી ૭૫ કેસ નોંધાયા હતાઃ કુલ ડિસ્ચાર્જ ૧૪૮૯ થતા રિકવરી રેટ ૫૨.૫૨ ટકા

રાજકોટ, તા.૨૭: શહેરમાં આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૦ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક ૨૮૭૫એ પહોંચ્યો છે. ગઇકાલે ૪૦ દર્દીઓને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ ૧૪૮૯ થતા રિકવરી રેટ ૫૩.૫૩ ટકા  થયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૨૪૦૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૪૮૯ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૫૨.૨૦ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૨૪૦૬ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૧૧ ટકા થયો  હતો. જયારે ૨૮ દર્દીઓને સાજા થયા હતા.

આજ સુધીમાં કુલ ૫૨,૭૦૭કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી ૨૮૭૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૫.૩૭ ટકા થયો છે.

(3:15 pm IST)