Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જીડીપીની સરખામણીએ ૯૧ ટકાનું સરકારી દેવુ

સરકારી દેવાની ઐતિહાસિક સપાટી હજુ પણ ઘેરાયેલુ રહેશે સંકટ : રિપોર્ટ થયો જાહેર : ૨૦૧૫ બાદથી સતત વધી રહ્યું છે સરકારી દેવું

નવી દિલ્હી તા. ૨૭ : સરકારનું આર્થિક સંકટ એટલી હદે વધી ગયું છે તેની પુષ્ટિ આ વાતથી થાય છે કે આવનારા દિવસોમાં સામાન્ય સરકારી દેવું જીડીપીના ૯૧ ટકા બરાબર થશે. એક બ્રોકરેજ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જનરલ ગર્વમેન્ટનું દેવું જે કેન્દ્ર અને રાજ્ય બંનેની સંયુકત દેણદારીનો ભાગ છે તે આ ફાઇનાન્શીયલ ઘરમાં જીડીપીની સરખામણીએ ૯૧ ટકા થઇ જશે. ૧૯૮૦ બાદથી જીડીપીની સરખામણીએ લોનનું આ સૌથી ઉંચું સ્તર હશે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસના અર્થશાસ્ત્રીઓના રીપોર્ટ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૦માં જીડીપીની સરખામણીએ જનરલ ગર્વમેન્ટનું દેવું ૭૫ ટકા હતું.

નાણાકીય વર્ષ ૨૦૩૦ સુધીમાં જીડીપીની સરખામણીએ દેવાનો ગુણોત્તર ૮૦ ટકા થશે. વિકાસમાં અવરોધ વગર જીડીપીની સરખામણીએ દેવાને ૬૦ ટકા સુધી લઇ જવાનો સરકારનો ટાર્ગેટ નાણાકીય વર્ષ ૨૦૪૦ સુધીમાં પૂર્ણ થવાનું મુશ્કેલ લાગી રહ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર્ણ આર્થિક વિકાસમાં સરકારોના કેપિટલ આઉટલેટએ એક મોટી ભૂમિકા ભજવી છે.

(3:51 pm IST)