Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જેફ બેજોસની નેટવર્થ ૨૦૦ અબજ ડોલરને પાર

ટેસ્લાના એલન મસ્ક પણ ૧૦૦ અબજ ડોલરના કલબમાં સામેલ

વોશિંગ્ટન, તા.૨૭: કોરોના મહામારીના સમયમાં અનેક દેશોની અર્થવ્યવસ્થા કપરા સમયમાંથી પસાર થઈ રહી છે ત્યાંજ વિશ્વના અમીરોની સંપત્ત્િ। ખૂબ જ ઝડપથી વધી રહી છે. અમેરિકાની કંપની એમેઝોનના ફાઉન્ડ ર જેફ બેજોસની નેટવર્થ ૨૦૦ અબજ ડોલરને પાર પહોંચી ગઈ છે.

જેફ બેજોસ ૨૦૦ અબજ ડોલરની નેટવર્થ ધરાવતા વિશ્વના પહેલા વ્યકિત બની ગયા છે. બુધવારે તેમની કંપનીના શેર રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. તેમની પત્નિ પણ અમીર મહિલાઓની યાદીમાં ટોપ પર પહોંચવાની ખૂબ જ નજીક છે. એલન મસ્ક પણ પણ ૧૦૦ અબજ ડોલરના કલબમાં સામેલ થઈ ગયા છે.

બ્લૂમબર્ગ બિલિનિયર્સ ઈન્ડેકસ મુજબ, ટેસ્લાના શેરના ભાવ વધતા બુધવારે તેમની નેટવર્થ ૧૦૧ અબજ ડોલર પહોંચી ગઈ છે. હાલ અમેરિકાના શેરબજારોમાં ટ્રેન્ડ તેજીનો થયો છે અને તેની અસર ધનવાનોની નેટવર્થ પર પડી રહી છે.

(3:52 pm IST)