Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ઇમરાન સરકાર છુટકારો ઇચ્છે છે દાઉદ પાકિસ્તાન માટે બોજ બન્યો

પાકિસ્તાનની સેના પણ ડોન દાઉદને ખતમ કરવા આતુર ?

નવી દિલ્હી, તા. ર૭ :  ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ  ઇબ્રાહિમને લગભગ બે દાયકાથી રાખી  રહેલું પાકિસ્તાન હવે તેમાંથી છુટકારો  મેળવવા ઇચ્છે છે. જોકે આમાં તે પોતાની  જ જાળમાં ફસાઇ ચુકયું છે. સરકાર તેને  ભારતને સોંપવા ઈચ્છે છે, પરંતુ સેના આ  માટે તૈયાર નથી. સેના તેને પાકિસ્તાનની  બહાર કયાંક મારી નાખવા ઇચ્છે છે.  સૌથી મોટી વાત એ છે કે આર્મી  અતે સરકાર બંનેએ ખૂબ જ જલદી કોઈ  નિર્ણય લેવો પડશે, કેમકે ઓકટોબરમાં  પાકિસ્તાને ફાઈનાન્સિયલ ટાસ્ક ફોર્સની  સામે તેનું વિવરણ આપવાનું છે. અજાણતાં  જ પાકિસ્તાને થોડા દિવસો પહેલાં માની  લીધું હતું કે દાઉદ પાકિસ્તાનમાં છે.  પાકિસ્તાને જો દેવાળિયા થવાથી બચવું  હશે તો તેણે એફએટીએફની દરેક શરત  પૂરી કરવી પડશે. તેના વગર વર્લ્ડ બેન્ક,  આઈઇએમએફ કે એશિયન ડેવલોપમેન્ટ  બેન્ક તેને પૈસા નહીં આપે. તે જુલાઇ  ૨૦૧૮થી ગ્રે લિસ્ટમાં છે. આંતકીઓ  પર પુરાવાઓ સાથે સખત અને નિર્ણાયક  કાર્યવાહી નહીં થાય તો ઓકટોબરમાં  બ્લેક લિસ્ટ થવાનો ખતરો માથા પર છે.  હવે દાઉદ પર પણ નિર્ણય લેવો જ પડશે,  કેમકે ઇમરાન સરકાર માની ચૂકી છે કે  દાઉદ કરાંચીમાં છે. ભારત દુનિયાને તેના  અગણિત પુરાવાઓ ઘણાં વર્ષોથી આપી  રહ્યું છે.    એફએટીએફની શરત પૂરી કર્યા વગર  પાકિસ્તાનને લોન મળવાની નથી. ડ્રગ્સનો  ધંધો હવે ખતમ થઇ ચુકયો છે. સરકાર અને  ફોજ પાસે હવે બીજો કોઇ રસ્તો નથી. તેઓ  ફસાઇ ગયા છે. દાઉદ પર કાર્યવાહી થશે  તો તેના પુરાવા આપવા પડશે. દાઉદની  દેશમાં હાજરીથી ઈનકાર કરતું રહેલું  પાકિસ્તાન કયા માંઢે દુનિયાનો સામનો  કરશે, આર્મી તેને જીવતો રાખવા ઇચ્છતી  નથી. તે તેને મારી તો શકે છે, પરંતુ રાઝ  છુપાવી નહીં શકે.  દાઉદને બહાર લઇ જઇને ખતમ કરવા  માટે તેનો કોમનવેલ્થ કેન્ટ્રી ડોમેનિકાનો  પાસપોર્ટ બનાવાયો છે. તેને કોઈ કેરેબિયાઇ  દેશ મોકલવાનો પ્લાન બનાવ્યો, પરંતુ  ભારતીય સુરક્ષા એજન્સીઓની સખત  નજરને કારણે તેમનો ઇરાદો સફળ થઈ  શકયો નથી. જો દાઉદને મારી નખાશે તો  ઇમરાનની ખુરશી નહીં બચે. આર્મીની  કશ્મકશ પણ તેની જગ્યાએ છે.

(3:53 pm IST)