Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

હવે જંગલો પર પ્રાઇવેટ કંપનીનો થશે કબ્જો

નીતિ આયોગે કરી યોજના : જંગલોના વિકાસ માટે પીપીપી મોડલ કરાશે લાગુ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના થિન્ક ટેન્ક નીતી આયોગ હવે જંગલોને પુનજીર્વીત કરવા માટે પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનર રિલી (પીપીપી) મોડલ લાગુ કરશે. જાણકારોના જણાવ્યા મુજબ પ્રાકૃતિક જંગલોને બચાવો અને વનરોપણ કાર્યક્રમ માટે આયોગ પ્રાઇવેટ કંપનીઓની સાથે કરાર કરવા અંગે યોજના તૈયાર કરી રહયું છે.

નીતી આયોગના એક પ્રેજન્ટેશનમાં જણાવ્યું છે કે હાલ દેશમાં ચાલુ રહેલા વનીકરણ કાર્યક્રમોના કોઇ અસરકારક પ્રભાવ પડયો નથી. તેથી આ ક્ષેત્રમાં પણ હવે પીપીપી મોડલ લાગુ કરવાની જરૂરીયાત છે જેથી રોકાણને વધારી શકાય અને ક્ષમતા અને મેન પાવરને સાથે વનીકરણ આધુનિક ટેકનીક લાવવામાં આવે.

જણાવામાં આવી રહયું છે કે જે ક્ષેત્રોમાં પીપીપી મોડલ લાગુ કરવામાં આવશે. તેમાં લાકડા અને લાકડા રહીત જંગલી વસ્તુઓમાંથી તૈયાર કરેલા ઉત્પાદનો, ઇકોકેપીંગ, ઓર્ગેનીક ખેતી જેવા ક્ષેત્રો સામેલ છે. નિયમો મુજબ વનીકરણ કાર્યક્રમમાં હાલમાં સાર્વજનીક ક્ષેત્રની કંપનીઓ અને કોઓપરેટીવ પીએસયુ રાજય સરકારના હેઠળ આવતા વન વિકાસ નિગમ, ગ્રામસભા પંચાયત, સ્વપેટી જીલ્લા અને ગ્રામ વિકાસ બોર્ડ, એનજીઓ સામેલ થશે.

(3:54 pm IST)