Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સુશાંતની ડેડ બોડી લેવા બે એમ્‍બ્‍યુલન્‍સ લઇ જવા પાછળનું કારણ બહાર આવ્‍યુઃ અગાઉ આવેલ એમ્‍બ્‍યુલન્‍સમાં સ્‍ટ્રેચર ખરાબ હતુ

મુંબઇઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસની CBI તપાસ ચાલી રહી છે. ત્યારે દરરોજ એમાં નવા-નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ એક વાત  ચર્ચામાં આવી રહી હતી કે આખરે તેની ડેડ બોડી લેવા માટે બે એમ્બ્યુલન્સ કેમ પહોંચી હતી.

સુશાંતના ઘરે બે એમ્બ્યુલન્સ લેવા માટે પહોંચ્યા મામલાને લઇને હવે એમ્બ્યુલન્સના માલિકનું નિવેદન સામે આવ્યું છે. એમ્બ્યુલન્સના માલિકે જે કહ્યું છે, તેનાંથી ઘણાં બધા લોકો શંકાના ઘેરામાં આવી ગયા છે. એમ્બ્યુલન્સના માલિક વિશાલે જણાવ્યું કે, “14 જૂનના રોજ જ્યારે સુશંત સિંહ રાજપૂતનું મોત થયુ હતું ત્યારે તેના ઘરે બે એમ્બ્યુલન્સ ગઇ હતી. તેના કહેવા અનુસાર જે એમ્બ્યુલન્સ પહેલા ગઇ હતી તેમાં સ્ટ્રેચર ખરાબ હતું, એટલાં માટે તુરંત બીજી એમ્બ્યુલન્સને મોકલવામાં આવી.

વિશાલે જણાવ્યું કે, “એ જ કારણ છે કે સુશાંતનાં મૃતદેહને નીકાળવામાં વધુ સમય લાગ્યો હતો. તેણે સ્વીકાર્યું કે એક જ સ્થળે બે એમ્બ્યુલન્સ પહોંચવાથી સવાલો તો ઊભા થવાના જ હતાં. વિશાલે જે જાણકારી આપી છે તેમાં સૌથી વધારે હેરાન કરી નાખનારી વાત એ છે કે સુશાંતના મિત્ર સંદીપ જે સતત એ વાતનો દાવો કરી રહ્યાં છે કે તેઓએ એમ્બ્યુલન્સના ડ્રાઇવરને પૈસા આપ્યા હતાં તે બિલકુલ ખોટું છે. વિશાલે જણાવ્યું કે, “તેને પૈસા સુશાંતના મેનેજર સેમ્યુલ મિરાંડાએ આપ્યા હતાં. તેને સેમ્યુલ મિરાંડાએ 8100 રૂપિયા આપ્યા હતાં. સંદીપે તેઓને કોઇ જ રૂપિયા નથી આપ્યાં.

EDને ડ્રગ્સ સપ્લાયનાં પુરાવા મળ્યાં છે

તમને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં CBI બાદ હવે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો પણ જોડાઈ ગયું છે. એવામાં NCBનાં ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ આ સમગ્ર મામલામાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED) ની તપાસમાં સામે આવેલા કેટલાંક તથ્યોનો ખુલાસો કર્યો છે.

EDને એ વાતના પુરાવા મળ્યાં છે કે રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું. હકીકતમાં તપાસ માટે રિયા અને તેના પરિવારને લેપટોપની તપાસ ટીમે પોતાની પાસે રાખી છે. જેમાં રિયાનું ડ્રગ્સવાળું ચેટ સામે આવ્યું હતું. જેની તપાસ એજન્સીએ રિકવર કરી છે.

(5:19 pm IST)