Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અનિલ અંબાણીને ફરી નસીબે સાથ આપ્યો : કોર્ટ દ્વારા મળેલી નાદારી પ્રક્રિયા કરવા સામે હાઇકોર્ટ મનાઇ હુકમ ફરમાવતા નાદારી પ્રક્રિયા હાલ પુરતી અટકી જશે

દિલ્હી હાઇકોર્ટ એનસીએલટીના આદેશ પર મનાઇ હુકમ ફરમાવ્યો

નવી દિલ્હીઃ મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહેલા રિલાયન્સના અનિલ અંબાણીને HC રાહત આપી દીધી. SBIમાંથી 1200 કરોડ રુપિયાની લોન મામલે નાદારી અને નાદારીપણા ની તેમની સામે થનારી કાર્યવાહી પર દિલ્હી હાઇકોર્ટે મનાઇહુકમ ફરમાવ્યો છે.

રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCom) લિમિટેડ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલ લિ. દ્વારા સ્ટેટ બેન્ક (SBI)માંથી 1200 કરોડ રુપિયાની લોન લેવામાં આવી હતી. જેના માટે અનિલ અંબાણીએ વ્યક્તિગત ગેરન્ટી આપી હતી. લોન ભરપાઇ થતા નાદારી અને નાદારીપણાની કાર્યવાહી થવાની હતી. પરંતુ દિલ્હી હાઇકોર્ટે  ગુરુવારે તેના પર સ્ટે મૂકી દીધો.

મામલે રાષ્ટ્રીય કંપની કાયદા ટ્રિબ્યુનલ () રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણી સામે નાદારીપણાના કાયદાની અંગત ગેરન્ટીધારા હેઠળ 1200 કરોડ રુપિયા વસુલવા માટે નાદારી પ્રક્રિયા શરુ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

અનિલ અંબાણીએ 2016માં ગેરન્ટી આપી હતી

અનિલ અંબાણીએ ઓગસ્ટ 2016માં ભારતીય સ્ટેટ બેન્ક (SBI) રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલને આપેલી લોનના અંગત જામીન આપ્યા હતા. હમણા 20 ઓગસ્ટે ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં કહ્યું હતું કે રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇનફ્રાટેલ બંને કંપનીઓ 2017માં અને તેની આસાપાસના સમયમાં લોનના હપ્તા ચુકવવામાં નિષ્ફળ રહી છે. તેથી બંને લોન ખાતાને જૂની તારીખ 26 ઓગસ્ટ 2016થી અમલી બિનકાર્યક્ષમ સંપત્તિ (NPA) તરીકે વર્ગીકૃત કરી દેવાયા છે. જો કે (NCLT) મામલે એક સમાધાન વ્યવસાયિક (Solution professional)ની નીમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. સાથે એસબીઆઇને જરુરી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

(10:08 pm IST)