Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

તુર્કી વિરૂધ્‍ધ યૂએઇએ એક મોટુ કદમ ઉઠાવ્‍યુ યૂએઇએ મોકલ્‍યા ચાર એફ-૧૬ ફાઇટર પ્‍લેનઃ સંકટ વધુ ઘેરૂ બન્‍યું

તૂર્કી વિરૂધ્‍ધ યૂએઇએ એક મોટુ કદમ ઉઠાવ્‍યુ છે ગ્રીસના અખબારી રીપોર્ટ પ્રમાણે યૂએઇ ગ્રીસમા તૂર્કી વિરૂધ્‍ધ ઉતરી આવ્‍યુ છે યૂએઇએ  ગ્રીસની હેલેનિક એર ફોર્સ સાથે સંયુકત અભ્‍યાસ કરવા માટે પોતાના ચાર ફાઇટર એફ-૧૬ મોકલ્‍યા ગ્રીસની સેના સાથે પૂર્વી ભૂમધ્‍ય સાગરમાં સંયુકત સૈન્‍ય અભ્‍યાસ કરશે યૂએઇના આ કદમ પછી બંને મુસ્‍લીમ દેશો વચ્‍ચે ટકરાવ વધવાની આંશકા છે.

યૂએઇએ આ કદમ એવા સમયમાં ઉઠાવ્‍યાુ છે જયારે તુર્કી સાથે ગ્રીસનો તનાવ ચરમસીમા પર છે. બંને દેશો નાટના સદસ્‍ય છે છેલ્લા થોડા સમયમાં તુર્કીના સૈન્‍ય સંગઠન નાટો સાથે સંબંધ ખરાબ થયા છે.

(12:28 am IST)