Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કળિયુગનો શ્રવણ

માને પોતાની ‘નજીક' રાખવા દિકરાએ ઘરનાં મંદિરમાં જ માતાની પ્રતિમા સ્‍થાપિત કરી

હવે શિક્ષક પુત્ર પોતે જ લખેલી આરતીનું સવાર સાંજ પઠન કરે છે

લખનૌ,તા. ૨૭: એક તરફ વૃદ્ધ માતા-પિતા દિકરાઓના તિરસ્‍કારના કારણે પોતાનું જ પિંડદાન કરવા મજબૂર છે. ત્‍યાં એવા ઉદાહરણ પણ છે, જે સંબંધોની મર્યાદાની મિસાલ બની રહ્યાં છે. ગોરખપુરના બિછિયા કેંપના રહેવાસી બે ભાઇઓએ કોરોનાની બીજી લહેરમાં પોતાની માતા ગુમાવી. પોતાની માની હંમેશા નજીક રહેલા આ બે ભાઇઓએ ઘરના મંદિરમાં જ માતાની પ્રતિમા સ્‍થાપિત કરી લીધી છે. હવે શિક્ષક પુત્ર પોતે જ લખેલી આરતીનું સવાર-સાંજ પાઠ કરે છે.
બિછિયા કેંપના રહેવાસી રાહુલ સિંહની માતા ગીતા સિંહનું નિધન કોરોના સંક્રમણના કારણે ૧૪જ્રાચદ્ગક્ર રોજ થયું હતુ. ગીતા દેવીના આકસ્‍મિક નિધનથી પતિ ઉમેશ સિંહ અને બંને દિકરા રાહુલ અને વૈભવ શોકમાં ગરકાવ થઇ ગયા હતા. દ્યણા દિવસ સુધી ગુમસુમ રહ્યા બાદ ભાઇઓએ નિર્ણય લીધો કે તે પોતાની માતાની આજીવન નજીક કરે તે માટે ભગવાનની સાથે મંદિરમાં તેની પ્રતિમા પણ સ્‍થાપિત કરવામાં આવશે. જયપુરમાં પ્રાઇવેટ બેન્‍કમાં કાર્યરત વૈભવે આરસપહાણની પ્રતિમા બનાવવાની પહેલ કરી.
વૈભવે જણાવ્‍યું કે અઢી મહિના સતત મૂર્તિકાર પાસે ગયો. જેથી માતાની છવિ પ્રતિમામાં સ્‍પષ્ટ જોઇ શકે. અઢી ફૂટની પ્રતિમા તૈયાર થઇ તો લાગ્‍યા જાણે મા સામે બેઠી છે. પ્રતિમાની કિંમતના સવાલને નકારતા રાહુલે કહ્યું કે મંદિરમાં જ માની પ્રતિમા સ્‍થાપિત કરવામાં આવી છે. માની મૂર્તિ મને શક્‍તિ અને તેમના પ્રત્‍યેના પ્રેમનો અહેસાસ કરાવે છે. માતા-પિતાનું સ્‍થાન ભગવાનથી પણ ઉપર છે. આ ફક્‍ત વાતો નથી. પુત્રવધુ પ્રિતિ સિસોદિયા કહે છે કે મા ક્‍યારેય સાસુની ભૂમિકામાં નથી જોવા મળ્‍યા. મંદિરમાં તેમની આરાધનાથી અહેસાસ રહે છે કે માનો આશિર્વાદ પરિવાર સાથે છે.
શિક્ષક પુત્ર રાહુલે પોતાની મા પર આરતી લખી છે, જે સવાર સાંજ મંદિરમાં વાગે છે. આરતીને સૂર ગાયિકા અર્પિતા ઉપાધ્‍યાયે આપ્‍યો છે. રાહુલે જણાવ્‍યું કે ગીતા માની આરતીના કોપીરાઇટની ઔપચારિકતા પૂરી કરી રહ્યાં છે. જલ્‍દી જ ગરીબ બાળકોને બહેતર કોચિંગ માટે ગીતા માના ક્‍લાસ શરૂ કરશે.

 

(10:09 am IST)