Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પીઓકેના લોકો દ્વારા લંડનમાં પાક. વિદેશ મંત્રી કુરેશીનો ભારે વિરોધઃ શેઈમ-શેઈમના નારા લગાવ્યા

પ્રદર્શનકર્તાઓએ અપહરણ અને હત્યા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું

લંડન, તા.૨૭: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીના લંડન આગમન પર પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના કાર્યકર્તાઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યુ. કુરૈશીના યુનાઈટેડ કિંગડમે  ૩ દિવસીય સત્તાવાર પ્રવાસ પર રવિાવારે લંડન પહોંચવા પર બલૂચ અને સિંધી કાર્યકર્તાઓના પ્રદર્શનમાં કાશ્મીરના લોકો પણ શામેલ થયેલ.

કુરૈશીના પહોંચતા જ નેશનલ ઈકવાલિટી પાર્ટી જમ્મુ કાશ્મીર ગિલગિત બાલ્ટિસ્તાન અને લદ્દાખ(એનઈપી જેકેજીબીએલ)ના સજ્જાદ રાજાના નેતૃત્વમાં કાશ્મીરી પાકિસ્તાની ઉચ્ચાયુકતના આવાસની સામે જમા થઈ ગયેલ.

પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં રહી રહેલા કાશ્મીરીઓની વિરુદ્ધ પાકિસ્તાની અત્યાચારોની વિરુદ્ધ નારો લગાવ્યો. તેમણે માંગ કરી કે તેમના અપહરણ અને હત્યા માટે પાકિસ્તાનને જવાબદાર ઠરાવવા જોઈએ. જે બુનિયાદી અધિકારની માંગ કરી રહ્યા છે.

વિરોધ કરી રહેલા લોકોને આરોપ લગાવ્યો કે પાકિસ્તાની સુરક્ષા એજન્સી દ્વારા તેમને જબરજસ્તી ગાયબ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કાશ્મીર અને ગિલગિત બાલ્ટિસ્તાનના લોકોને પાયાગત રાજનીતિક અધિકારોથી વંચિત કરાયા છે. તેમણે શેમ શેમ પાકિસ્તાન ના સૂત્રોચ્ચાર કર્યા અને યૂકે સરકારને કુરેશીને મહત્વ ન આપવા કહ્યું છે.

(1:07 pm IST)