Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ચિંતાજનક... દેશમાં ઘટી રહી છે યુવાઓની સરેરાશ લંબાઈ

સ્વાસ્થ્ય સર્વેક્ષણઃ માત્ર પાંચ રાજય નાગાલેન્ડ, હિમાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય અને મિઝોરમમાં લંબાઈ વધી : મહિલાઓની લંબાઈ પુરૂષોની સરખામણીમાં ઓછી ઘટી

નવી દિલ્લી, તા. ૨૭:  દેશમાં યુવાઓની સરેરાશ લંબાઈ ઘટી રહી છે. રાષ્ટ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય સર્વેક્ષણ (એનએફએચએસ) વર્ષ ૧૯૯૮ - ૨૦૧૫ના રિપોર્ટ અનુસાર યુવાઓની લંબાઈમાં ૦.૧૨થી ૦.૪૨ સેમી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. માત્ર ૫ રાજ્યોમાં લંબાઈમાં સુધારો જોવા મળ્યો છે. જો કે પુરુષોની સાપેક્ષમાં મહિલાઓની સરેરાશ લંબાઈમાં ઓછો ઘટાડો જોવા મળ્યો છે.

ભારતમાં વયસ્કોની લંબાઈના અધ્યયન માટે રાષ્ટ્રીય પોષણ નિગરાની બ્યુરો (એનએનએમબી) અને એનએફએચએસના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. રિપોર્ટમાં આનુવંશિક સિવાય જે પાંચ કારણોને આ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે તેમાં ખાન-પાનમાં પોષક તત્વોની ઉણપ, ખરાબ જીવનશૈલી, ઝડપથી વધતું વાયુ પ્રદુષણ, સામાજિક - આર્થિક સ્થિતિ અને બીમારી મુખ્ય કારણો છે.

મહિલાઓની ૦.૧૨થી ૦.૪૨ સેમી લંબાઈ ઘટી

એનએફએચએસના બીજા અને ત્રીજા રિપોર્ટમાં ૧૫ - ૨૫ની ઉંમરની મહિલાઓની સરેરાશ લંબાઈમાં પુરુષોની અપેક્ષામાં થોડો સુધારો જોવા મળ્યો છે. પરંતુ એનએફએચએસના ચોથા રિપોર્ટમાં સરેરાશ લંબાઈમાં ૦.૧૨ સેન્ટિમીટરનો ઘટાડો જોવા મળ્યો. ત્યાં આદિવાસી મેળાઓમાં સરેરાશ લંબાઈ ૦.૪૨ સેન્ટિમીટર ઘટી.

પુરૂષોની સરેરાશ ૧.૧૦ સેમી ઘટી લંબાઈ

આ જ ઉંમરના પુરુષોની સરેરાશ લંબાઈમાં એનએફએચએસના ચોથા રિપોર્ટ પ્રમાણે ૧.૧૦ સેમીનો ઘટાડો થયો. નાગાલેન્ડ, હિમાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય અને મિઝોરમના પુરૂષોની લંબાઈમાં ૦.૨ સેમી સુધીનો ઘટાડો થયો. પરંતુ અન્ય રાજ્યોમાં પુરૂષોની સરેરાશ લંબાઈમાં ઘટાડો નોંધાયો.

(4:37 pm IST)