Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં સામાન્ય તેજી

મારુતીના શેરોમાં ૬.૫ ટકા સુધીનો ઊછાળો જોવાયો : સેન્સેક્સમાં ૨૯.૪૧ અને નિફ્ટીમાં ૧.૯૦ પોઈન્ટનો ઊછાળો, ઓટો અને રિયાલિટી ઈન્ડેક્સમાં ઊછાળો

મુંબઈ, તા.૨૭ : સ્થાનિક શેર બજાર સોમવારે સામાન્ય વધારા સાથે બંધ થયા હતા. જોકે, સેન્સેક્સ ૬૦૦૦૦ પોઈન્ટ ઉપર બંધ થયો હતો. સેન્સેક્સ ૨૯.૪૧ પોઈન્ટ એટલે કે .૦૫ ટકાની તેજી સાથે ૬૦,૦૭૭.૮૮ પોઈન્ટના સ્તર પર બંધ થયો. એજ રીતે એનએસઈ નિફ્ટી .૯૦ પોઈન્ટ એટલે કે .૦૧ ટકાની તેજી સાથે ૧૭,૮૫૫.૧૦ પોઈન્ટના સ્તરે બંધ થયો. નિફ્ટી પર મારૂતી સુઝૂકી, ટાટા મોટર્સ, એમએન્ડએમ, ઓએનજીસી અને હિરો મોટોકોર્પના શેરોમાં સૌથી વધુ ઊછાળો જોવા મળ્યો.

બીજી તરફ એચસીએલ ટેક્નોલોજીસ, ડિવિસ લેબ્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા અને બજાજ ફિનસર્વના શેરોમાં સૌથી વધુ નુકશાન જોવા મળ્યું. સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો ઓટો અને રિયાલિટી ઈન્ડેક્સમાં .- ટકાનો ઊછાળો જોવા મળ્યો. બીજી બાજુ આઈટી ઈન્ડેક્સમાં ત્રણ ટકાની ગિરાવટ જોવા મળી. બીએસઈ મિડકેપ અને સ્મોલ કેપ ઈન્ડસ્ટ્રીસ સપાટ બંધ થઈ હતી.

મારૂતી, એમએન્ડએમ, બજાજ ઓટો, એનટીપીસી, રિલાયન્સ, એચડીએફસી બેક્ન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેક્ન, કોટક મહિન્દ્રા બેક્ન, એચડીએફસી, આઈટીસી અને બજાજ ફાયનાન્સના શેર લીલા નિશાન સાથે બંધ થયા છે. સેન્સેક્સ પર એચસીએલના શેરોમાં મોટી ગિરાવટ જોવા મળી હતી. એજ રીતે ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસના શેરોમાં બે ટકાથી વધુ ભંગાણ જોવા મળ્યું.

ઉપરાંત એલએન્ડટી, નેસ્લે ઈન્ડિયા, એચયુએલ, ટીસીએસ, ઈન્ડસઈન્ડ બેક્ન, સન ફાર્મા, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન, એક્સિસ બેક્ન, પાવર ગ્રિડ, ડો.રેડ્ડીસ અને ટાટા સ્ટીલના શેર લાલ નિશાન પર બંધ થયા. રિલાયન્સ સિક્યોરિટીસના પ્રમુખ (સ્ટ્રેટેજી) વિનોદ મોદીએ કહ્યું કે, વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સકારાત્મક સંકેતોની વચ્ચે સ્થાનિક શેર બજારોમાં એક રેન્જમાં કારોબાર થયો હતો.

આઈટી અને ફાર્મામાં ખૂબજ વધુ નફા વસૂલીથી ઓટો સ્ટોક્સમાં ઝડપી રિકવરીનો પ્રબાવ નગણ્ય થઈ ગયો. તેમણે જણાવ્યું કે ઉપરાંત ફાઈનાન્શિયલ અને રિયલિટી ઈન્ડેક્સમાં વધુ વદારો જોવા મળ્યો. બીજી તરફ નિફ્ટી આઈટીમાં ગિરાવટ જોવા મળી કેમકે રોકાણકારોએ સપ્ટેમ્બરમાં ત્રિમાસિક આવનારા પરિણામોથી પહેલાં કેટલિક નફા વસૂલી કરી. અન્ય એશિયન બજારોની વાત કરવામાં આવે તો હોંગકોંગ અને સિયોલમાં શેર બજાર વધારા સાથે બંધ થયા. બીજી બાજુ શાંઘાઈ અને ટોક્યોમાં શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયા.

(7:57 pm IST)