Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

નોરતુ રજુ

આદ્યશકિત આરાસુરાવાળી અંબેમાં

યા દેવી શકિતરૂપેણ સંસ્‍થિતાં : નવલા નવરાત્રીના દિવ સોમા ં દરેક માણસ પોતાની શકિત, આસ્‍થા પ્રમાણે નવદુર્ગાનું પૂજન, અર્ચના વ્રત જપ કરે છે. અને પોતાની આરાધ્‍યા દેવીના દર્શને જાય છે.

આપણા શાષાોમાં જણાવ્‍યા મુજબ દક્ષના યજ્ઞમાં પોતાના પતિ શિવજીનું અપમાન થતા અતી ગુસ્‍સે ભરાયા હતા અને હવન કુંડમાં પોતાની જાતને હોમી દીધી હતી. જયારે મહાદેવજીને આ વાતની જાણ થઇ તો ક્રોધીત થઇ દક્ષના યજ્ઞનો ભંગ કર્યો અને સતિનું શરીર પોતાના ખંભે લઇ ઘુમવા લાગ્‍યા હતા. તેમનો ક્રોધને શાંત પાડવા માટે વિષ્‍ણુ ભગવાને સુદર્શન ચક્રથી સતિના શરીરના ટુકડા કરી નાખ્‍યા અને આ જુદા જુદા સતિના અંગો જયા જયા પડયા ત્‍યા શકિતપીઠો ઉભી થઇ આમ કુલ પ૧ શકિતપીઠો ભારતમાં ઉદ્દભવેલી.

આ પૈકીની મુખ્‍ય કહેવાય તેવી શકિતપીઠ તે આદ્યશકિતનું સ્‍થાનક ‘‘અંબાજી'' જે બનાસકાંઠાથી ૬પ કી.મી.દુર પહાડો વચ્‍ચે આવેલ અતિ પ્રાચીન યાત્રાધામ મનાય છે. પ્રાચીન સમયમાં અહી અંબિકાવન હતું.

અંબાજીના મંદિરમાં માતાજીનું હૃદય પડયુ હોવાનુ મનાય છે. અહી કોઇ દેવીની મૂર્તિની પુજા થતી નથી પરંતુ ઉજજેન તથા નેપાળના મુળ યંત્ર સાથે સંકળાયેલ વિસાયંત્રની પુજા કરવામાં આવે છે જેના પ૧ અક્ષર હોવાનું  પ્રમાણ છે. જેની પુજા દર માસની આઠમે કરવામાં આવે છે.

આ વિસાપત્રનો શણગાર એવી રીતે કરવામાં આવે છે કે ભકતોને તેના માતાજીની મૂર્તિનો અણસાર આવે છ.ે

જુદા-જુદા દિવસે માતાજીને કથા, સિંહ, મોર, વિ. વાહન ઉપર સવારી કરાવવામાં આવે છ.ે

અંબાજી મંદિરથી બે કિ.મી. દુર ગબ્‍બરના પહાડ પર આવેલ ગુફામાં અંબામાતાનું આદિસ્‍થાન મનાય છ.ે કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્‍ણના ચૌલ સંસ્‍કાર ત્‍યા કરવામાં આવેલ હતા.

આ શકિતપીઠનુ મહાત્‍મય એટલું બધુ છે કે અહી બારે માસ યાત્રીકોનો ધસારો રહે છે. ભાદરવી પૂનને તો હજારોની સંખ્‍યામાં લોકો પોતાની શ્રદ્ધા સાથે પગે ચાલીને આવે છે. માતાજીને અનેક ધજાઓ ચડાવવામાં આવે છે અને મોટો મેળો ભરાય છે માતાજીના મંદિરની સામેજ ચાંચરનો ચોક આવેલ છે જે પરથી મ ાંને ચાચરના ચોકવાળી અંબેમ ાં પણ કહે છે.

આમ તો નવરાત્રી દરમ્‍યાન માંના જુદા જુદા મંદિરોના જુદા જુદા સ્‍વરૂપે લોકો પોતાની શ્રદ્ધાં માન્‍યતા પ્રમાણે પૂજા, હોમ, હવન, અનુષ્‍ઠાન વિ. કરતા કરાવતા હોય છે. માં અંબાજીનુ સ્‍થાનક તો અલૌકિક છે- ‘‘બોલ માડી અંબે-જય જય અંબે''

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:12 am IST)