Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પાસપોર્ટ માટે પોલીસ ક્‍લિરન્‍સ સર્ટિફિકેટ લેવાનું હવે સરળ

મોદી સરકારે લીધો મોટો નિર્ણય

નવી દિલ્‍હી,તા. ૨૭ : પાસપોર્ટ માટે પોલીસ ક્‍લિરન્‍સ સર્ટિફિકેટ લેવાનું હવે સરળ બની જશે. મોદી સરકાર દ્વારા ઓનલાઈન પોસ્‍ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્‍દ્ર માટે ક્‍લિરન્‍સ સર્ટિફિકેટ લેવાની મંજૂરી આપી દીધી છે, જેને કારણે વિદેશ જવા માગતા નાગરિકોને મોટી રાહત મળશે.

વિદેશ જવા માટે નાગરિકોને પડતી હાલાકીને ધ્‍યાનમાં રાખીને કેન્‍દ્રીય વિદેશ મંત્રાલયે ૨૮ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨થી ભારતમાં તમામ ઓનલાઈન પોસ્‍ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્‍દ્ર ખાતે પોલીસ ક્‍લિરન્‍સ સર્ટિફિકેટ લાગુ પાડવાની સુવિધા પૂરી પાડવામાં આવશે, એવું વિદેશ મંત્રાલયે જણાવ્‍યું હતું.

પોલીસ ક્‍લિરન્‍સ સર્ટિફિકેટની દિશામાં મંત્રાલય દ્વારા લેવામાં આવેલ પગલાંને કારણે ભારતીય નાગરિકોને ફક્‍ત વિદેશમાં રોજગારી જ નહીં મળી રહે પરંતુ શિક્ષણ, લાંબા ગાળાના વિઝા, ઈમીગ્રેશનના કિસ્‍સામાં પોલીસ ક્‍લિરન્‍સ સર્ટિફિકેટની માગ પણ પૂરી કરશે.

ભારતીય પાસપોર્ટ ધારકોએ રહેણાંકના દરજ્જા, રોજગાર અથવા લાંબા ગાળાના વિઝા અથવા ઇમિગ્રેશન માટે અરજી કરી હોય તેવા કિસ્‍સામાં તેમને પોલીસ ક્‍લિયરન્‍સ સર્ટિફિકેટ (પીસીસી) જારી કરવામાં આવે છે. ટૂરિસ્‍ટ વિઝા પર વિદેશ જતા લોકોને પીસીસી નથી મળતું.

(10:22 am IST)