Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

લેહ-મનાલી હાઇવે બંધ : હજી વરસાદ-હિમપાતની સંભાવના

લડાખમાં ભારે બરફ વર્ષા

જમ્‍મુ, તા. ર૩ :  લડાખના અનેક ભાગોમાં વરસાદ અને બરફવર્ષાથી ઠંડી શરૂ થઇ છે. ખારદુંગલા, ચાંગળા સહિત અનેક વિસ્‍તારોમાં ગઇકાલે ભારે બરફ વર્ષાથી લેહ-મનાલી હાઇવે બંધ કરવામાં આવ્‍યો હતો. કારગીલ ક્ષેત્રેમાં પણ સીઝનની પહેલી બરફ વર્ષા થયેલ, હવામાન ખાતા મુજબ ૧ર કલાકમાં લડાખના અનેક વિસ્‍તારોમાં બરફ વર્ષા-વરસાદની સંભાવના છે. લોકોને સાવચેતી રાખવા જણાવાયું છે.

(4:02 pm IST)