Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ઇરાનમાં ૨૦ વર્ષીય યુવતિને ગળા, ચહેરા, હાથ, છાતી અને પેટમાં ગોળી ધરબી હત્‍યાઃ કુલ ૫૭ મોત

હીજાબ મુદ્દે સુરક્ષા દળોની ક્રુરતા સામે આવી

નવી દિલ્‍હી,તા. ૨૭ : ઇરાનમાં હિજાબને લઇને મહિલાઓ રસ્‍તા ઉપર ઉતરી ચુકી છે. ત્‍યારે ઇરાની સુરક્ષાદળોની ક્રુરતા વધુ એક વાર સામે આવી છે. બેરહમીથી પીટી પીટીને હત્‍યા કરાયેલ ૨૦ વર્ષીય યુવતી હદીસ નઝફીનો વીડીયો સામે આવેલ, જેમાં તે પ્રદર્શનમાં સામેલ થવાની તૈયારી કરી રહી હતી. હીજાબ વિરોધ પ્રદર્શનમાં અત્‍યાર સુધીમાં ૫૭ લોકોના મોત થયા છે.

હદીસના અંતિમ સંસ્‍કારના વિડીયોમાં લોકો ચોધાર આંસુએ રોઇ રહ્યા હતા. રિપોર્ટસ મુજબ સુરક્ષાદળોએ ખૂબ જ ક્રૂરતાપૂર્વક તેની હત્‍યા કરેલ. હદીસના પેટ, ગળા, છાતી, હાથ અને ચહેરા ઉપર ગોળી લાગી હતી. ૨૧મીએ તેને ગોળી મારવામાં આવી હતી. હદીસાને હોસ્‍પિટલ ખસેડાઇ હતી જ્‍યાં તેને બચાવી શકાય ન હતી.

ઇરાનમાં ૧૯૭૯માં ઇસ્‍લામીક રિવોલ્‍યુશન બાદ મહિલાો માટે હિજાબ અનિવાર્ય કરાયેલ. જો કે ઘણીવાર મહિલાઓ હીજાબને ઢીલુ  કરીને પહેરતી જેથી તે કાન કે ગળા પાસે આવી જતુ. ત્‍યારબાદ ૧૯૮૧માં કાયદો બનાવવામાં આવેલ. જેનો તે સમયે ખૂબ જ વિરોધ થયેલ. જો કે અમીનીના મોત બાદ વિશ્વના ઘણા દેશોમાં લોકોએ ઇરાન સરકાર વિરૂધ્‍ધ વિરોધ પ્રદર્શીત કર્યો છે.

(4:06 pm IST)