Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

અનેકવિધ અટકળો બાદ શી જિનપિંગ અંતે જાહેરમાં દેખાયા :બેઇજિંગમાં એક પ્રદર્શનની મુલાકાત લીધી

ચીનમાં સત્તા પલટો થયાની, કોરનટાઇન થયાની અને હત્યા થયા સુધીની જબરજસ્ત ફેલાયેલી અફવાઓ ઉપર હવે પૂર્ણ વિરામ મુકાયું

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે બેઇજિંગમાં એક પ્રદર્શનની મુલાકાત લીધી, રાજ્ય ટેલિવિઝનના કહેવા  અનુસાર, સપ્ટેમ્બરના મધ્યમાં મધ્ય એશિયાની સત્તાવાર યાત્રા પરથી ચીન પરત ફર્યા પછી તેઓ પ્રથમ વખત જાહેરમાં દેખાય છે. શી જિનપિંગ નજર કેદમાં હોવાની, ચીનમાં સત્તા પલટો થયાની, કોરનટાઇન થયાની અને હત્યા થયા સુધીની જબરજસ્ત ફેલાયેલી અફવાઓ ઉપર હવે પૂર્ણ વિરામ મુકાયું છે.


આવતા મહિને કમ્યુનિસ્ટ પાર્ટીની પાંચ વર્ષમાં એક વખત મળતી કૉંગ્રેસમાં પક્ષના નેતા તરીકે શી જિનપિંગ ત્રીજી ટર્મ મેળવે તેવી  વ્યાપકપણે  અપેક્ષા રખાઈ રહી છે.

 

(6:54 pm IST)